Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચારેક વ્યક્તિને માર પડ્યોઃ બંને પક્ષના સાત સામે ગુન્હોઃ
લાલપુરના સણોસરા ગામમાં આવેલા રહેણાંકના એક પ્લોટ બાબતે બે સગા ભાઈ વચ્ચે વિખવાદ થયા પછી ગુરૂવારે રાત્રે બંને ભાઈના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ચારેક વ્યક્તિને ઈજા થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ સાત સામે ગુન્હો નોંધ્યો છે.
લાલ૫ુર તાલુકાના સણોસરા ગામના વતની અને હાલમાં રાજકોટમાં પુનીતનગર પાસે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ભીમાભાઈ પરબતભાઈ ગાગલીયા (ઉ.વ.૬૦)નો રહેણાંકનો એક પ્લોટ સણોસરા ગામમાં આવેલો છે. તેનો ઉપયોગ મોટાભાઈ વીરાભાઈ પરબતભાઈ ગાગલીયા તથા તેના પરિવારના લોકો કરતા હોવાથી તે પ્લોટ અંગે વાતચીત કરવા માટે ગુરૂવારે ભીમાભાઈ સણોસરા આવ્યા હતા.
તેઓને ઉપરોક્ત બાબતે સમાધાન માટે ગુરૂવારે રાત્રે મોટાભાઈએ બોલાવ્યા હતા. તેથી ભીમાભાઈ ગયા હતા. આ વેળાએ ગાળો ભાંડી વીરાભાઈ તેમજ તેના પુત્ર રણમલ ઉર્ફે રમેશ, ભરત ગાગલીયાએ હોકી, ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભીમાભાઈએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તે ફરિયાદની સામે વીરાભાઈ પરબતભાઈ ગાગલીયાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ પ્લોટનો વપરાશ કરવા મુદ્દે ગુરૂવારે રાત્રે નાનાભાઈ ભીમાભાઈ તેમજ પુત્ર ચેતન ઉર્ફે ગોવિંદ તથા સામત નાથાભાઈ, હમીર નાથાભાઈ ગાગલીયાએ બોલાચાલી કરી ધોકા, કુહાડી, પાવડાના હાથા વડે હુમલો કરી માર માર્યાે હતો. પોલીસે તે ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે. હુમલાના આ બનાવમાં ઘવાયેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial