Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને સાયબર ક્રાઈમથી બચવા માટે તાકીદ

એસપી દ્વારા જાહેર કરવામાં આવી કેટલીક વિગતોઃ

ખંભાળીયા તા. ૧પઃ હાલમાં મોબાઈલના પ્રવર્તમાન યુગ દરમિયાન સાયબર ક્રાઈમ વધતું જતંુ હોય લોકોને તે બાબતે સાવચેત રહેવા ગઈકાલે દ્વારકા એસપીએ પત્રકાર પરિષદમાં કેટલીક વિગતો આપી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નીતેશ પાંડેય દ્વારા  રાજ્યના મુખ્ય પોલીસવડાની સૂચનાથી સાયબર ક્રાઈમ જાગૃતિ અંગે પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી.

હાલ સાયબર ક્રાઈમના વધતા જતા કેસ તથા સામાન્ય નાગરિક અવારનવાર છેતરપિંડીનો ભોગ બનતા હોય તેવી પરિસ્થિતિમાં તુરત જ  ફરિયાદ કરવા તથા સાવચેત રહેવા અપીલ કરાઈ હતી.

લોટરી, બોગસ લાભ, નીચી કિંંમતમાં વસ્તુ આપવી, બેંક તથા અન્ય કંપનીઓના નામે લાભની વાતો કરી ભોળવીને એટીએમ તથા કાર્ડની વિગતો લઈને વ્યાપક છેતરપિંડી થાય છે, છેલ્લા પાંચ મહિનામાં ગુજરાતમાં આવી રીતે પ૩ હજાર ફરિયાદ થઈ છે. ત્યારે સાયબર ક્રાઈમ વિભાગ, સ્થાનિક પોલીસ તથા રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના પ્રયત્નનો અમલ કરવા તાકીદ કરાઈ હતી.

અજાણ્યા નંબર પરથી આવતા ફોન-કોલ ટાળવા, બીનજરૂરી માહિતી ન આપવા, લાલચમાં ન ફસાવવા તેમજ  મેસેજની લીંક ન ખોલવા તથા ઓટીપી ન આપવા જણાવાયું છે. હાલ પોલીસમાં તમારૃં નામ એક કેસમાં ખૂલ્યું છે તેમ જણાવી  પોલીસ જેવા ડ્રેસ પહેરી વીડિયો કોલથી છેતરપિંડી થતા હોવાના દાખલા બન્યા છે, તો 'એની ડેસ્ક' ના નામથી એપ ડાઉનલોડ કરીને ફોન કરનારની બધી વિગતો ખાનગી માહિતી લઈ લેતા હોય, તેમાં પણ ફરિયાદ કરવા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh