Advertisement
Author: નોબત સમાચાર

ખીજડિયા અભયારણ્ય અને નરારા ટાપુ ચાર મહિના માટે બંધ રહેશે

પંખી-દરિયાઈ સૃષ્ટિનું ચોમાસું વેકેશનઃ

જામનગર તા. ૧પઃ જામનગરનું ખીજડિયા પક્ષી અભયારણ્ય અને ખંભાળિયા નજીકના નરારા ટાપુને આજથી ચાર-પાંચ મહિના માટે બંધ કરવામાં આવ્યા છે. હાલ પક્ષીઓ અને સમુદ્રના જીવોનું આજથી વેકેશન શરૂ થયું છે.

પ્રતિવર્ષ સરકારી નિયમ મુજબ જામનગર નજીકનું ખીજડિયા પક્ષી અભયારણ ૧૬ ઓક્ટોબરથી ૧૪ જૂન સુધી ખુલ્લુ રહે છે. આ દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ ખીજડિયાની મુલાકાતે આવતા રહે છે અને ઠંડીનું પ્રમાણ ઘટતા આવા પક્ષીઓ સ્વદેશ પરત ફરતા હોય છે.

જ્યારે તા. ૧પ જૂનથી ૧૬ ઓક્ટોબર સુધી ચોમાસાનું વેકેશન રાખવામાં આવે છે. આમ નરારા ટાપુ અને ખીજડિયા પક્ષી અભયારણ્ય આજથી લોકો માટે બંધ કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh