Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ જામનગરની ધી જામનગર ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. ની ચાલુ વર્ષની વાર્ષિક સાધારણ સભા અંગે તા. ૧ર-૬-ર૦ર૪ ના એજન્ડા પ્રસિદ્ધ કરી તા. ૩૦-૬-ર૦ર૪ ના બોલાવેલ. તે અંગે દૈનિક પત્ર તા. ૧ર-૬-ર૦ર૪ ના આજકાલ, નોબત અને ભૂમિ અને ખબર ગુજરાત અને સાંજ સમાચાર તેમજ તા. ૧૩-૬-ર૦ર૪ ના દિવ્ય ભાસ્કર, સૌરાષ્ટ્ર આસપાસ, લોકવાત દૈનિકમાં પણ પ્રસિદ્ધ કરાયેલ છે. આ પ્રસિદ્ધ કરાયેલા એજન્ડામાં વાર્ષિક સાધારણ સભા મળવાની તા. ર૯-૬-ર૦ર૪ ના શનિવારના બદલે શરત ચૂકથી તા. ૩૦-૬-ર૦ર૪, રવિવાર દર્શાવાયેલ છે. જેથી તે તા. ૧ર-૬-ર૦ર૪ ના એજન્ડા વાળી વાર્ષિક સાધારણ સભા તા. ૩૦-૬-ર૦ર૪ રવિવારે નહીં પણ તા. ર૯-૬-ર૦ર૪ ના મળશે. સદર તા. ૧ર-૬-ર૦ર૪ ના એજન્ડાની (સભાની તારીખ અને વાર સિવાયની) અન્ય તમામ વિગતો જેમની તેમ યથાવત રહે છે. જેની સર્વે સભાસદો, હોદ્દેદારો અને લાગતા વળગતા સૌએ નોંધ લેવા બેંકની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial