Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝાખર પાટિયા પાસેથી બાઈકની થઈ ઉઠાંતરીઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરની મહિલા કોલેજમાં એકાદ મહિના પહેલા એક યુવતી પરીક્ષા આપવા ગયા હતા. તેઓએ પોતાનો મોબાઈલ તથા એટીએમ કાર્ડ સ્કૂટરની ડીકીમાં મૂક્યા હતા. તે બંને ઉપડી ગયા પછી એટીએમથી બેંક ખાતામાંથી રૂા.૨૩ હજાર કોઈએ ઉપાડી લીધા છે. જ્યારે ઝાખર ગામના પાટિયા પાસેથી એક આસામીના બાઈકની ઉઠાંતરી થઈ ગઈ છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા ત્રણ માળીયામાં વસવાટ કરતા ગીતાબેન વીરાભાઈ બંધીયા નામના વિદ્યાર્થિની એ.કે. દોશી મહિલા કોલેજમાં ગઈ તા.૧૪ મેના દિને પરીક્ષા આપવા માટે બપોરે બેએક વાગ્યે જીજે-૧૦-ઈએ ૪૦૦૮ નંબરના એક્ટિવા સ્કૂટર પર ગયા હતા.
આ યુવતીએ પોતાનું વાહન મહિલા કોલેજના દરવાજા સામે રાખ્યું હતું અને પરીક્ષા આપતી વખતે મોબાઈલ સાથે ન રાખી શકાય તેમ હોવાથી ફોન તથા એટીએમ કાર્ડ સ્કૂટરની ડેકીમાં રાખી મુક્યા હતા. પરીક્ષા આપ્યા પછી ચારેક વાગ્યે જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તેમાંથી ફોન અને એટીએમ કાર્ડ ઉપડી ગયેલા જણાઈ આવ્યા હતા. તે પછી આ યુવતીના એક્સિસ બેંકના ખાતામાંથી રૂા.૨૩ હજાર ઉપડી ગયા છે. ગીતાબેને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરી છે. પીએસઆઈ આર.પી. અસારીએ આઈપીસી ૩૭૯ હેઠળના આ ગુન્હાની તપાસ હાથ ધરી છે.
લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતા સુખદેવસિંહ ખાનજી જાડેજા નામના આસામીએ ગઈ તા.૧૦ મેની સવારે પોતાનું જીજે-૧૦-એએ ૪૫૦૧ નંબરનું હીરો મોટર સાયકલ ઝાખર ગામના પાટિયે એક હોટલ પાસે મૂૂકયું હતું. ત્યાંથી બીજા દિવસની સવાર સુધીમાં રૂા.૧પ હજારનું આ વાહન ત્યાંથી ચોરાઈ ગયાની સુખદેવસિંહે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે. તેના પરથી મેઘપર પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial