Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના દરિયાકાંંઠા પર એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસનું સઘન ચેકીંગ

દ્વારકા અને કચ્છમાંથી મળેલો ચરસનો જથ્થો સમાનઃ

ખંભાળીયા તા. ૧પઃ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો બિનવારસુ મળી આવ્યો છે. ત્યારે એસપીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી તેમજ અન્ય પોલીસ કાફલા દ્વારા દરિયાકાંઠે અને નિર્જન ટાપુઓની આજુબાજુમાં સઘન પેટ્રોલિંગ આરંભી દેવાયું છે.

દ્વારકા જિલ્લામાં મોજપ તથા દરિયાકાંઠા વિસ્તારમાંથી જુદા-જુદા ત્રણ બનાવમાં રૂપિયા સાડા સત્યાવીસ કરોડની રકમનો ડ્રગ્સનો જથ્થો બિનવારસુ મળતા જિલ્લા પોલીસવડા નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સાગર રાઠોડ તથા એસઓજી ટીમે પીઆઈ સીંગરખીયાના વડપણ હેઠળ મીઠાપુરના ઈન્ચાર્જ પીઆઈ નિકુંજ જોશી તથા સ્ટાફ દ્વારા હાલમાં ચેકીંગ ચાલી રહ્યું છે.

ગઈકાલે ખંભાળીયામાં પત્રકારો સાથે વાતચીત કરતા દ્વારકા જિલ્લા પોલીસવડા નીતેશ પાંડેયે જણાવ્યું હતું કે, અખાતી દેશોમાંથી આવતા ડ્રગ્સના જથ્થામાં દરિયામાં જથ્થાનો ભાગ પાડતા ડ્રગ્સ માફીયાઓએ પોલીસ કે તટરક્ષકના આવવાથી ભયથી તેને દરિયામાં મૂકી દેવાયાની સંભાવના છે, દરિયામાંથી તે ડ્રગ્સ કાંઠા સુધી પહોંચ્યું છે.

જ્યારે કચ્છમાંથી પકડાયેલા બે બનાવનો ડ્રગ્સનો જથ્થો દ્વારકાના જથ્થાની સમાન છે. એટલે કે બન્ને જથ્થા એક જ પાર્ટીના હોવાનું અનુમાન કરાયું છે.

દ્વારકા-મીઠાપુર, ઓખા વિસ્તાર તથા નિર્જન ટાપુઓ પર પણ ડ્રોન તથા એસ.આર.ડી., એસ.ઓ.જી., સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલીંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh