Advertisement
Author: નોબત સમાચાર

બોરમાં પડી ગયેલી બાળકીને બચાવવા સત્તર કલાકના રેસ્ક્યૂ ઓપરેશન પછી મૃત જાહેર કરાઈ

અંતે...અમરેલીમાં આરોહી જીવનનો જંગ હારી

અમરેલી તા. ૧પઃ       અમરેલીના એક ગામમાં        બોરમાં પડી ગયેલી દીકરી જીવન હારી ગઈ છે, ૧૭ કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું, છતાં આરોહીને બચાવી શકાઈ નથી.

અમરેલીના સુરગપરા ગામે બોરમાં પડેલી દીકરીનું મોત થયું છે. આરોહીના મૃતદેહને ફાયર વિભાગે બહાર કાઢ્યો છે, ૧૭ કલાક ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું. હેલ્થ વિભાગના અધિકારીએ બાળકીને મૃત જાહેર કરી છે. બીજી તરફ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે ખસેડ્યો છે.

અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. ગઈકાલે બપોરના સમયે દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતાં અમરેલી ફાયર અને ૧૦૮ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બોરમાં ઉતારેલા કેમેરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાઈ રહ્યું હતું.

અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી આરોહી નામની બાળકી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવા માટે ૧૭ કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે આરોહીને બોરમાંથી બહાર તો કાઢવામાં આવી છે પણ માત્ર આરોહીના મૃતદેહને જ બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી.

દોઢ વર્ષની આરોહી નામની બાળકી ગઈકાલે બપોરે ૧ર વાગ્યાના અરસામાં રમતા રમતા ખુલ્લા બોરમાં પડી ગઈ હતી. જેની જાણ થતાં અમરેલી ફાયર અને ૧૦૮ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. અંદાજિત પ૦૦ ફૂટ ઊંડા બોરમાં બાળકી ૪પ થી પ૦ ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન લગાવાયું હતું. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત રાજુલાની રોબોટની ટીમ પણ બોલાવવામાં આવી હતી. રોબોટ દ્વારા પણ બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh