Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શ્રીજી કોમ્પ્લેક્ષનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં વિલંબ કેમ?

મહાનગરપાલિકાની નીતિરીતિ સામે ઉઠતો સવાલઃ

જામનગર તા. ૧પઃ જામનગરમાં એરફોર્સ-રની નજીકના શ્રીજી કોમ્પ્લેકસમાં ગેરકાયદે દબાણ અંગે વધુ એક વખત રજુઆત કરવામાં આવી છે.  અગાઉ પણ અનેક રજુઆતો પછી તંત્રએ નોટીસ પાઠવી હતી પરંતુ દબાણ દૂર કરવાની હિંમત કરી નથી. સત્યમ કોલોની રોડ પરના શ્રીજી કોમ્પ્લેકસમાં નો પાર્કિંગ-વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરી નાખવામાં આવ્યું છે. આથી દુકાનદારો-ધંધાર્થીઓને પોતાના વાહન ફરજીયાત જાહેર માર્ગે વાહન પાર્કિગ કરવાની ફરજ પડે છે.  જામનગર મહાનગરપાલિકામાં અનેક વખત લેખિત-મૌખિક રજુઆતો કરવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકાના ટીપીઓ વિભાગ દ્વારા માત્ર નોટીસ પાઠવી સંતોષ માનવામાં આવે છે. આ પહેલા પણ દબાણકર્તા વિપૂલ સોજીત્રાને નોટીસ પાઠવાઈ હતી જેણે પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે બાંધકામ ખડકી દિધા પછી ભાડાની આવક શરૂ કરી દિધી હતી. જ્યારે દુકાનદારો-ધંધાર્થીઓ દ્વારા એવો પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે, શા માટે મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવતું નથી. શું કોઈ રાજકીય દબાણ છે? કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર આવું બાંધકામ તોડી પાડવામાં આવે તેવી ફરી એક વખત માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh