Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચલણી નોટના નંબર પર જુગાર રમતા ચાર ઝડપાયાઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરના રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ઘોડીપાસા વડે જુગાર રમતા છ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલતા ચાર શખ્સ પોલીસની ગિરફતમાં આવી ગયા હતા. જામજોધપુરમાંથી વર્લીનું બેટીંગ લેતા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
જામનગરના રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં આવેલા ભંભાવાડ પાસે ગઈરાત્રે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી રાત્રે સાડા ત્રણ વાગ્યે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા જાવિદ હુસેન શેરાવાલા, રમેશ ગોવિંદભાઈ ભોજવાણી, હસન અબ્બાઅહેમદ છનીન, શાહનવાઝ રઝાક આંબલીયા, દીપક વલ્લભદાસભાઈ કનખરા, પરેશ ઈશ્વરભાઈ મારૂ નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂા.૧૯,૯૦૦ રોકડા કબજે કરી જુગાર ધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના પંચેશ્વર ટાવર રોડ પર ગઈકાલે રાત્રે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા આકાશ ભનુભાઈ ચાંદ્રા, રવિ દેવશીભાઈ ડગરા, કલ્પેશ લક્ષ્મણદાસ નંદા, કરણ પ્રકાશભાઈ નંદા નામના ચાર શખ્સને પોલીસે પકડી લઈ રૂા.૧૨૦૦ કબજે કર્યા છે.
જામજોધપુર શહેરમાં બાલવા ફાટક પાસે ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતા ઋષિત કિશોરભાઈ અમૃતીયા નામના શખ્સને પકડી લઈ પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial