Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાના ફલોરિડામાં મેઘાવી માહોલ
ફલોરિડા તા. ૧પઃ ટી-ર૦ વર્લ્ડકપમાં આજે વરસાદની આશંકા વચ્ચે ભારત અને કેનેડા વચ્ચે મુકાબલો થશે.
આઈસીસી ટી-ર૦ વર્લ્ડકપમાં જીતની હેટ્રિક નોંધાવવાની સાથે સુપર-૮ માં સ્થાન નિશ્ચિત કરી ચૂકેલી રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આજે કેનેડા સામે ટકરાશે. અમેરિકાના ફલોરિડામાં આવેલા લાઉડર હિલમાં ભારે વરસાદી વાતાવરણ જામ્યુ છે અને આજે પણ ભારત અને કેનેડાની મેચમાં વરસાદનું વિઘ્ન સર્જાઈ શકે છે. ભારત અને કેનેડાની મેચ આજે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૮ વાગ્યાથી શરૂ થશે. ભારતીય ટીમ સતત ચાર મેચમાં જીત સાથે ગ્રુપ સ્ટેજનું સમાપન કરવાનો ઈરાદો ધરાવે છે. ફલોરિડામાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
ટીમ ઈન્ડિયાએ પ્રતિકૂળ વાતાવરણને કારણે શુક્રવારની પ્રેક્ટિસ રદ કરી દીધી હતી. ટી-ર૦ વર્લ્ડકપની શરૂઆતની ત્રણેય મેચમાં કોહલી કમાલ દેખાડી શકયો નથી. તે આયરલેન્ડ સામે, પાકિસ્તાન સામે ૪ અને અમેરિકા સામે ૪૦ પર આઉટ થયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગવો દબદબો ધરાવતા કોહલી પાસેથી ચાહકોને સુપર-૮ ના રાઉન્ડ પહેલાં મોટી ઈનિંગની આશા છે.
ભારતની બેટિંગ લાઈન અપ અત્યંત મજબુત છે અને રોહિત, સૂર્યકુમાર યાદવ, પંત, અક્ષર પટેલ તેમજ દુબે જેવા ખેલાડીઓએ તેમનું ફોર્મ દેખાડી દીધું છે. ટીમ ઈન્ડિયા તેના વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ પરિવર્તન કરે તેવી શકયતા છે.
ભારતીય ટીમ મેનેજમેન્ટ સુપર-૮ અગાઉ બુમરાહ જેવા અનુભવી ફાસ્ટરને આરામ આપવાનું વિચારી શકે છે. જે આમ થાય તો સ્પિનર કુલદીપને તક મળી શકે છે. અર્ષદીપ અને સિરાજ તેમજ અક્ષર અને જાડેજા ટીમમાં સ્થાન જાળવવા માટે ફેવરિટ છે. હાર્દિકે પણ આગવો ટચ હાંસલ કરી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial