Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જવાન ઘાયલઃ સર્ચ ઓપરેશન ચાલુ
રામપુર તા. ૧પઃ છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૮ નક્સલી ઠાર કરાયા છે અને ૧ જવાન ઘાયલ થયો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
છત્તીગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોનું મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર અબુઝહમદના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં આઠ નક્સલવાદીઓ ઠાર માર્યા છે, જ્યારે એક જવાન ઘાયલ થયો છે.
અબુઝમાદના જંગલોમાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોની કાર્યવાહી ચાલી રહી છે. નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. નારાયણપુર જિલ્લાના માડમાં છેલ્લા બે દિવસથી સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. નારાયણપુર, કોંડાગાંવ, કાંકેર, દેતેવાડા ડીઆરજી, એસટીએફ અને આટીબીપી પ૩ મી બટાલિયન દળો સંયુક્ત ઓપરેશનમાં સામેલ છે.
મીડિયા અહેવાલો મુજબ ૯૦૦ જવાનો આ ઓપરેશનમાં જોડાયા હતાં. સૂત્રોના હવાલાથી એક જવાન શહીદ થયા હોવાની ખબરો પણ આવી રહી છે, જેની પુષ્ટિ થવાની બાકી છે. છેલ્લા અહેવાલો મુજબ હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial