Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૫ઃ જામનગરના એક શખ્સ સામે એટ્રોસિટી તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયા પછી તેને જેલહવાલે કરાયો હતો. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર થઈ છે.
જામનગરના એક વિસ્તારમાં રહેતી સગીરા ફોન પર સતત વાતો કરતી હોય તેણીના પિતાએ વાત કરવાની ના પાડી ફોન લઈ લીધો હતો. તેથી નારાજ સગીરા પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી. તેણીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત ગુન્હાની પોલીસે તપાસ હાથ ધર્યા પછી આઈપીસી ૩૬૩, ૩૫૪ (એ), ૩૬૬, એટ્રોસિટી એક્ટ તથા પોક્સો એક્ટ હેઠળ નિલેશ તુલસીભાઈ મીઠવાણી નામના શખ્સની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો. આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા કોર્ટે તેને રૂા.૨૫ હજારના જામીન પર મુક્ત કર્યાે છે. આરોપી તરફે વકીલ નયન કનખરા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial