Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા-એર્નાકુલમ્ એક્સપ્રેસ રેગ્યુલેટર થશેઃ
રાજકોટ તા. ર૧: રાજકોટ ડિવિઝનના વિરગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રીજ નંબર ર૩ માટે હાલના સ્ટીલ ગર્ડરની એ પીએસસી સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરીંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત થશે.
જેમાં રર-૩-ર૦રપ ના ટ્રેન નંબર ૧૯૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી ઉપડશે અને વિરમગામ સુધી જશે અને વીરમગામથી તેને ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ તરીકે ચલાવવામાં આવશે. રર-૩-ર૦રપ ના ટ્રેન નંબર ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી ઉપડશે અને સુરેન્દ્રનગર સુધી જશે અને સુરેન્દ્રનગરથી તેને ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ તરીકે ચલાવવામાં આવશે. તેમજ ર૧-૩-ર૦રપ ની ટ્રે નં. ૧૬૬૧૪ કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ માર્ગમાં એક કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે અને રર-૩-ર૦રપ ની ટ્રેન નં. ૧૬૩૩૭ ઓખા-એર્નાકુલમ્ એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial