Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ત્રીજા દિવસે યથાવત

આરોગ્ય મંત્રીની આંદોલન સમેટી લેવા ચીમકી

ગાંધીનગર તા. ૨૧: ગુજરાતના આરોગ્યકર્મીઓનું આંદોલન આજે ત્રીજા દિવસે યથાવત છે. બુલડોઝર સરકાર દ્વારા ગુરુવારે ગાંધીનગરની કિલ્લાબંધી કરી આરોગ્યકર્મીઓને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો અને ૧૦૦૦થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી છે. ગુરુવારે સાંજે ૭:૩૦ વાગે આંદોલનકારીઓએ મીણબત્તી વડે પ્રકાશ ફેલાવી ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર સામે કર્મચારીઓએ બળવો પોકાર્યો હતો.આરોગ્યકર્મીઓ પોતાની માગ પર અડગ છે. સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે 'જ્યાં સુધી ઠરાવ નહીં થાય, ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. પડતર માંગો ન સંતોષાતા આરોગ્યકર્મીઓમાં રોષ જોવા મળી રહૃાો છે.

આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારાને હડતાળ સમેટી લેવા ચીમકી આપી છે. આરોગ્ય કર્મીઓની વિવિધ માગ મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે, 'આરોગ્ય કર્મીઓની બધી માગ વહીવટનો વિચાર કર્યા વગર સ્વીકારી ના લેવાય, ટેક્સનો પૈસો રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઈએ.' તેમનો બીજો મુદ્દો એ છે કે, 'આરોગ્યકર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં મૂકાય છે'.

રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, ત્યારે બિનજરુરી અને વારંવાર હડતાલ પર જઈને દર્દીઓની જિંદગી જોખમમાં મૂકતા આરોગ્ય કર્મીઓની મનમાની હવે નહીં ચાલે. ફિક્સ-પેના કર્મીઓ હડતાળ પર જાય ત્યારે તેમની સેવા સમાપ્તિ સુધીની વિચારણા ચાલી રહી છે. આ મામલે આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ, ૧૯૮૧ હેઠળ હવે સરકાર નોટિફિકેશન કે ગેજેટ પ્રસિદ્ધ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે. અગાઉ રાજ્યમાં પોલીસ, ઊર્જા જેવા મહત્ત્વના વિભાગોની સેવાઓ પણ અગાઉથી અતિઆવશ્યક સેવાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh