Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન રદ્

આગામી તા. ૯ થી ૧૭ એપ્રિલ દરમિયાન

રાજકોટ તા. ર૧: દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઈનને કનેક્ટિવિટી આપવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે એપ્રિલ મહિનામાં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનની ૪ ટ્રીપ રદ્ કરવામાં આવી છે. રદ્ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર ૧ર૯૦પ પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૯-૪-ર૦રપ, ૧૦-૪-ર૦રપ, ૧૬-૪-ર૦રપ અને ૧૭-૪-ર૦રપ ના રદ્ રહેશે તેમજ ટ્રેન નંબર ૧ર૯૦૬ શાલીમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૧૧-૪-ર૦રપ, ૧ર-૪-ર૦રપ, ૧૮-૪-ર૦રપ અને ૧૯-૪-ર૦રપ ના રદ્ રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh