Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક હજાર રોકડ સહિત પ૧,૦૦૦ નો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ર૧: જામનગરમાં વાહનચાલકો સાથે પોતાનું વાહન અથડાવ્યા પછી વાહનની નુક્સાનીના પૈસાની માંગણી કરવામાં આવે છે અથવા તો ધાક ધમકી આપીને લૂંટ ચલાવવાના બનાવો બનતા રહે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં જામનગરમાં બનવા પામ્યો હતો. જેની ફરિયાદના આધારે પોલીસે એક ગીરોહના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.
જામનગરના સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબી પોલીસ સ્ટાફ સંયુક્ત રીતે પેટ્રોલીંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે ગત્ તા. ૯-૩-ર૦રપ ના દિવસે કિરણભાઈ સુરેશભાઈ ઝાલા પોતાનું એક્ટીવા લઈને નવાનાગના તરફ જતા હતાં ત્યારે રસ્તામાં સ્મશાન ચોકડીથી આગળ વ્હોરાના હજીરા પહેલા આવેલ પુલ પાસે પહોંચેલ હતાં તેવામાં ફરિયાદીના તેમના મો.સા.ને આરોપીઓએ ભટકાડી ફરિયાદીના શર્ટમાંથી રૂ. ૧પ૦૦ ની લૂંટ ચલાવી હતી. જે અંગેની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી. જે લૂંટના ગુન્હામાં આરોપી રાજવીર ઉર્ફે રાજ હેમંતભાઈ મારકણા (ઉ.વ. ૧૯ રહે. નવાગામ ઘેડ), મધુરમ્ સોસાયટી ટાવરની બાજુવાળી શેરી, જામનગર) તથા મહેન્દ્રસિંહ ઉર્ફે મહાવીરસિંહ કનુભા ગોહિલ (ઉ.વ. ૩૩ રહે. નવાગામ ઘેડ, બાપુનગર શેરી નં. ૩, જામનગર) તથા વિશાલ ઉર્ફે વી.ડી. રાયમલભાઈ લોલડિયા (ઉ.વ. ર૧ રહે. ખડખડનગર, હનુમાની ડેરીની બાજુમાં, જામનગર) સંડોવાયેલ છે. જેઓ ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓ સુભાષ બ્રીજ નજીક નદીના પટમાંથી તથા એકને જી.જી. હોસ્પિટલ નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો. આ આરોપીઓ સામે પી.એસ.આઈ. ડી.જી. રાજે કાર્યવાહી કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા ૧,૦૦૦ તથા ગુનામાં વપરાયેલ એક્સેસ મોટર સાયકલ કબજે કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial