Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૧ : જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરોનો ઉપાડો વધવા પામ્યો છે ત્યારે ગઈકાલે જિલ્લામાં અલગ અલગ બે સ્થળોએથી બે વાહનોની ઉઠાંતરી અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જામનગરના ગોકુલનગર રડાર ગેઈટ પાસે રહેતા રમેશભાઈ દેવાભાઈ રાઠોડે ગત તા.૨૦ જાન્યુઆરીના સવારે છ વાગ્યે પોતાનું રૂ.૧૦ હજારની કિંમતનું જીજે-૧૦-એએચ ૫૩૩૯ નંબરનું મોટરસાયકલ ગોકુલનગર જકાતનાકાથી સમર્પણવાળા માર્ગે આવેલી એક હોટલ પાસે પાર્ક કર્યું હતું. ત્યાંથી કોઈ શખ્સો બીજા દિવસે બપોર સુધીમાં તેમનું આ મોટરસાયકલ ચોરી કરી લઈ ગયા હતા.
આ બનાવ અંગે રમેશભાઈ રાઠોડની ફરિયાદના આધારે પોલીસે ગઈકાલે ગુન્હો નોંધ્યો હતો. જેની તપાસ પોલીસ સબ ઈન્સ. એન.એમ. ઝાલા ચલાવી રહ્યા છે. અન્ય એક બનાવમાં જામજોધપુરમાં ગીંગણી રોડ પર આવેલ પેટ્રોલપંપ પાસે પાર્ક કરેલા એક બાઈકની ઉઠાંતરીનો બનાવ બનવા પામ્યો છે. ઉપલેટામાં પોરબંદર માર્ગે રહેતા મશરીભાઈ હરદાસભાઈ ડુવાએ ગત તા.૧૮ માર્ચના રાત્રે દસેક વાગ્યે જામજોધપુરના ગીંગણી રોડ પર આવેલા પોતાના વોશ પ્લાન્ટ પાસે રૂ.૨૦ હજારની કિંમતનું જીજે-૧૪-એલ ૭૭૪૦ નંબરનું બાઈક પાર્ક કર્યું હતું. જે બાઈક બીજા દિવસે સવારે અગિયાર વાગ્યા પહેલાં કોઈ શખ્સો ચોરી કરી લઈ ગયા હતા. બનાવ અંગે મશરીભાઈ ડુવાની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધ્યો છે. જેની વધુ તપાસ હે.કો. ડી.એમ. કંચવા ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial