Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં અવિરત જુગારની મોસમઃ
જામનગર તા.ર૧ : હાલારમાં ગઈકાલે પોલીસે જુગારની બાતમીના આધારે અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં જામનગરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સ, જ્યારે ભાણવડમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને જુગારના સ્થળેથી રોકડ રકમ વગેરે કબજે કર્યા હતા.
જામનગરમાં આઠ માળીયા આવાસ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ગઈકાલે બપોરે દરોડો પાડ્યો હતો અને ગંજીપાનાથી તીનપત્તીનો જુગાર રમતા નાગશીભાઈ નાગડાભાઈ કારીયા, દેવશીભાઈ ભીમશીભાઈ વાઢીયા, કમલેશભાઈ કાયાભાઈ કારીયા, ગોવાભાઈ રામભાઈ કાંબરીયા અને રામદેભાઈ પીઠાભાઈ કોટાને પોલીસે ઝડપી પાડ્યા હતા અને જુગારના સ્થળેથી રૂ.૧૩૯૬૦ની રોકડ રકમ કબજે કરી હતી.
જુગારનો બીજો દરોડો દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં હાઈસ્કૂલ ચોકમાં મંદિરની પાછળના ભાગે રહેતા ગુલમામદભાઈ ઈસ્માઈલભાઈ જેઠવાના મકાનમાં જુગાર રમી રહેલા ગુલમામદભાઈ ઉપરાંત કેશવભાઈ રણમલભાઈ ઓડેદરા, રીઝવાન ઈરફાનભાઈ સમા, નિલેશભાઈ રસીકભાઈ સાંગેચા, જેસાભાઈ ભીમશીભાઈ ખોલા, મનોજગીરી રમણીકગીરી ગોસ્વામી અને શૈલેષભાઈ સુભાષભાઈ વાવેચાને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ.૧૩૨૨૦ની રોકડ રકમ ઉપરાંત બે મોબાઈલ ફોન, ત્રણ બાઈક વગેરે મળી કુલ રૂ.૬૮,૭૨૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial