Advertisement
Author: નોબત સમાચાર

આઈપીએલ ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ-ર૦રપનો કોલકત્તામાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે આરંભ

આવતીકાલથી ક્રિકેટ કાર્નિવલઃ

મુંબઈ તા. ર૧: આવતીકાલે આઈપીએલ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એકબીજા સામે ટકરાશે. બન્ને ટીમો વચ્ચેની મેચ કોલકાતાના ઈડનગાર્ડન્સમાં રમાશે. આ પહેલા એક રંગારંગ ઉદ્ઘાટન સમારોહ થશે. આ ઉદ્ઘાટન સમારોહમાં ઘણા પ્રખ્યાત ચહેરાઓ જોવા મળશે. આઈપીએલ ઓપનિગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી ઉપરાંત ગાયિકા શ્રેયા ઘોષાલ અને અરિજિતસિંહ જેવા જાણીતા ચહેરાઓ જોવા મળશે.

આઈપીએલ ચેરમેન જય શાહ સાથે, ઘણા વરિષ્ઠ અધિકારીઓ આઈપીએલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ તોહાશિષ ગાંગુલીએ કહ્યું, આ એક માર્કી મેચ છે, જેમાં ટિકિટની માંગ ખૂબ જ વધારે છે. ઈડનગાર્ડન્સ લાંબા સમય પછી ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવા માટે તૈયાર છે.

આ વર્ષે ૧૦ ટીમો વચ્ચે ૧૩ સ્થળોએ ૬પ દિવસમાં કુલ ૭૪ મેચો રમાશે, જેમાં ૭૦ લીગ રાઉન્ડ અને ચાર પ્લેઓફ મેચો સામેલ હશે. ફાઈનલ સહિત તમામ પ્લેઓફ મેચ હૈદ્રાબાદ અને કોલકતામાં ર૦ થી રપ મે દરમિયાન રમાશે. હૈદ્રાબાદ ર૦ મે-ર૦રપ અને ર૧ મે ના ક્વોલિફાયર ૧ અને એલીમીનેટરનું આયોજન કરશે. આ પછી કોલકાતામાં ર૩-મે-ર૦રપ ના ક્વોલીફાયર ર અને રપ-મે-ર૦રપ ના ફાઈનલ મેચ રમાશે. આઈપીએલ-ર૦રપ માં કુલ ૧ર ડબલ હેડર છે. ડબલ હેડરના દિવસે પ્રથમ મેચ બપોરે ૩.૩૦ વાગ્યાથી અને બીજી મેચ સાંજે ૭.૩૦ વાગ્યાથી રમાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh