Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવાગામ ઘેડમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજનઃ
જામનગર તા. ૨૧: જામનગરના સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુષ્માનકાર્ડ, આધારકાર્ડ મોબાઈલ અપડેટ, અને બી.પી.-ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. સૂર્યવંશી એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના સ્થાપક સુભાષભાઈ બચુભાઈ ગુજરાતીના પિતા બચુભાઈ રામજીભાઈ ગુજરાતીને શ્રદ્ધાંજલિ અર્પવા આ ત્રણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નવાગામ ઘેડમાં આવેલ ઈન્દિરા સોસાયટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.
જે.એમ.સી.ની આરોગ્ય, યુ.સી.ડી.ની આધારકાર્ડની ટીમ, ડી.પી.ઓ. નીયાતીબેન તેમજ જામનગર મહાનગર પાલિકા શહેરી આરોગ્ય કેન્દ્રના ડો. કિંજલબેન ઘેડીયા અને તેમની ટીમનો સહયોગ આ કેમ્પમાં પ્રાપ્ત થયો હતો.
કેમ્પના મુખ્ય મહેમાન નવાગામ ઘેડ વોર્ડ નં. ૪ના કોર્પોરેટર કેશુભાઈ માડમ, શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય અને આહિર સમાજ અગ્રણી નીતિનભાઈ માડમ, દલિત સમાજના અગ્રણી નાથાભાઈ ગોહિલ, શિક્ષણ સમિતિના સદસ્ય આનંદભાઈ ગોહિલ, આહિર સમાજ અગ્રણી જીગરભાઈ માડમ, વિજયભાઈ માડમ, વોર્ડ નં. ૪ના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઢેર, પૂર્વ પ્રમુખ વિજયસિંહ ગોહિલ, મહામંત્રી સહદેવભાઈ ડાભી અને મંદિરના પૂજારીના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.
જેમાં અખિલ ભારતીય કોળી સમાજના શહેર મહિલા પ્રમુખ અને શહેર ભાજપ મંત્રી દયાબેન પરમાર, સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ, વોર્ડ નં. ૪ના ઉપેન્દ્રસિંહ રાણા, પરાગભાઈ રાજપૂત, જેન્તીભાઈ જેઠવા, ખીમજીભાઈ સદાદીયા, યોગેશ બારૈયા, સૂર્યવંશી ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઈ કંટારીયા, નરેશભાઈ રાઠોડ, સર્વે સમાજના હોદેદારો અને રાજકીય પ્રતિનિધિઓ વિગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પનું સંચાલન ટ્રસ્ટના સુભાષભાઈ ગુજરાતીએ કર્યુ હતું. આ કાર્યને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ કંટારીયા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial