Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાપુરમાં પોલીસની 'ઠંડી' કામગીરીનો નમૂનોઃ
ઓખા તા. ર૧: એક તરફ રાજ્યભરમાં પોલીસ ઓપરેશાન ૧૦૦ કલાક ચલાવી રહી છે, અને ગુન્હેગારને ઝેર કરવાની છબિ ઉપસાવી રહી છે, અને બીજી બાજુ મીઠાપુરમાં પોલીસ નિષ્ક્રિય હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે, કારણ કે અહીં આવેલ શ્રી દ્વારકાધીશ આરોગ્યધામ આંખની હોસ્પિટલમાં એસીના આઉટડોર યુનિટની ચોરીના પ્રકરણમાં પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી. એવું જણાય રહ્યું છે.
સંસ્થાના ફિઝિયોથેરાપી વિભાગના એક એસીનું આઉટડોર ગત્ તા. ૬ ના ચોરાઈ ગયું હતું. તે પછી તાત્કાલિક પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ૯ તારીખે સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ એ પછી કોઈ કાર્યવાહી થઈ નથી.
મીઠાપુર જેવા નાના સેન્ટરમાં આવી ચોરીમાં આટલા દિવસો સુધી પોલીસ ચોર ન પકડી શકે એ વાત ગળે ઉતરે એવી લાગતી નથી. તો આ પ્રકરણમાં કોઈ કાર્યવાહી થતી નથી. એને પોલીસની આળસ ગણવી કે પછી નિષ્ફળત એ સવાલ ઉદ્ભવે છે. આળસ હોય કે નિષ્ફળતા બન્ને ખાખી માટે તો શરમજનક છે. હાલ તો આ મુદ્દે પોલીસ તપાસમાં ઠંડી નીતિથી જનાક્રોશ ફેલાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial