Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેન્કર ચાલક સામે પોલીસ મથકમાં ફરીયાદઃ
જામનગર તા. ૨૧: જામનગર નજીક મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ઓઇલ કંપનીમાંથી રૂપિયા ૨૬.૧૨ લાખની કિંમતનો ૩૪,૦૦૦ લીટર ડીઝલનો જથ્થો ભરીને નીકળેલો ટેન્કર ડ્રાઇવર મહારાષ્ટ્ર પહોંચવાને બદલે રફુ ચક્કર થયો હતો, અને ટેન્કર પણ બિન વારસુ અવસ્થામાં અને ખાલી મળી આવ્યું હતું, જેથી ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક દ્વારા ટેન્કર ચાલક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૂળ ગાંધીધામ કચ્છના વતની અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતા સચિનભાઈ ધનજીભાઈ લાવડીયાએ પોતાના ટેન્કરમાં મોટી ખાવડીની રિલાયન્સ કંપની માંથી રૂપિયા ૨૬.૧૨ લાખની કિંમતના ૩૪,૦૦૦ ડીઝલનો જથ્થો ભરીને રવાના કર્યું હતું.
જે ટ્રક ટેન્કરને મહારાષ્ટ્રના ચંદ્રપુર વિસ્તારમાં હર્ષા કન્સ્ટ્રકશન કંપનીમાં પહોંચાડવાનું હતું, જે ટ્રક ટેન્કર માં વાહન ચલાવવા માટે એક મહિના પહેલા જ મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની શકુરખાન અલીખાન નોકરીએ ચડ્યો હતો.
જે ગત દશમી તારીખે જામનગરથી જવા માટે રવાના થયા બાદ આજદિન સુધી નિર્ધારિત સ્થળે પહોંચ્યો ન હતો, અને ટેન્કર ચાલકનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો.
ત્યારબાદ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકો દ્વારા પોતાના ટેન્કરની શોધખોળ શરૂ કરતા હાઈવે રોડના એક ધાબા પરથી બીનવારસુ અને ખાલી અવસ્થામાં મળી આવ્યું હતું. તેમાંથી ૩૪,૦૦૦ લીટર ડીઝલનો જથ્થો ગાયબ થઈ ગયો હતો, જ્યારે ટેન્કર ચાલક પણ લાપતા બન્યો છે.
જેથી આ મામલો મેઘપર પડાણા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ટ્રાન્સપોર્ટર સચીન ભાઈ લાવડીયા ની ફરિયાદના આધારે પોલીસે ટ્રકના ચાલક શકુરખાન વલીખાન સામે ગુન્હો નોધી તેને શોધવા માટે પો. ઇન્સ. પી.ટી. જયસ્વાલએ તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial