Advertisement
Author: નોબત સમાચાર

બીમારીથી કંટાળી જઈ બેહ ગામના યુવાને કરી આત્મહત્યા

ઝેરી દવા પી જિંદગી ટૂંકાવીઃ

જામનગર તા. ૧૬: ખંભાળિયા તાલુકાના બેહ ગામના એક યુવાને પોતાની બીમારીથી કંટાળી જઈ ગયા મંગળવારે રાત્રે ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનનું સારવારમાં મૃત્યુ થયું છે.

ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં રહેતા વેજાણંદભાઈ વીરાભાઈ મકુવારા નામના ચાલીસ વર્ષના ગઢવી યુવાનને સાતેક વર્ષ પહેલાં પેરાલિસીસ એટેક આવ્યો હતો. તે પછી બે વર્ષ પહેલાં હૃદયરોગનો પણ હુમલો આવી ગયો હતો.

ત્યારથી સારવાર મેળવતા વેજાણંદભાઈ કંટાળી ગયા હતા. તેઓએ ગઈ તા.૧૦ની રાત્રે જર નદીના કાંઠે પોતાના રહેણાંકમાં કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પ્રતાપભાઈ મકુવારાએ પોલીસને જાણ કરી છે. પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh