Advertisement
Author: નોબત સમાચાર

જગત મંદિરમાં વિરાટ વિજય દિવસ ઉજવાયો

પાકિસ્તાનના બોમ્બમારાથી થયેલા ચમત્કારિક બચાવની યાદમાં

દ્વારકાધીશ જગમંદિરમાં ગઈકાલે વામન દ્વાદશી નિમિત્તે બપોરે ૧ર કલાકે દ્વારકાધીશના વામન દેવતા સ્વરૂપમાં દૈદિપ્યમાન શ્રૃંગાર મનોરથ યોજાયા હતાં. મધ્યાહ્ન સમયે ઠાકોરજીની વિશેષ ઉત્સવ આરતી પણ યોજાઈ હતી. દેશ-વિદેશના ભાવિકોને બપોરે ૧-૩૦ કલાક સુધી ઠાકોરજીની વિશેષ ઝાંખીના દર્શન થયા હતાં. આ દિવસે ૧૯૬પમાં પાકિસ્તાનના દ્વારકા પરના બોમ્બમારા છતાં દ્વારકાધીશની કૃપાથી નગરનો આબાદ બચાવ થતા ત્યારથી ભગવાનનો આભાર માનતા આ શુભદિનને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે મુજબ ગઈકાલે દ્વારકાધીશ મંદિરમાં ૬૦ મો વિરાટ વિજય દિવસ ઉજવાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh