Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમ્મુ-કાશ્મીર ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર સાંજે થશે બંધઃ
નવી દિલ્હી તા. ૧૬: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી તા. ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને પ્રથમ તબક્કામાં ડોડા, કિશ્તવાડ અને રામબનની આઠ વિધાનસભા બેઠકો પર મતદાન થશે. ગૃહમંત્રી શાહ આજે અંતિમ દિવસે ૩ રેલીઓને સંબોધશે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. દરમિયાન સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રિય ગૃહપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ ચિનાબ ઘાટીમાં ત્રણ જનસભાઓ-રેલીઓને સંબોધિત કરશે.
સૌ પ્રથમ ગૃહપ્રધાન બપોરે પદ્દારની નાગસેની વિધાનસભાના છત્તરગઢ સ્ટેડિયમમાં જાહેર સભાને સોંબોધિત કર્યા પછી તેઓ કિશ્તવાડ જશે બપોરે પરેડ ગ્રાઉન્ડમાં એક વિશાળ જનસભાને સંબોધશે, અંતે, ગૃહપ્રધાન ભાજપના ઉમેદવારોને સમર્થન મેળવવા માટે સાંજે ૪-૩૦ વાગ્યે રામબન વિધાનસભા ક્ષેત્રમાં પણ રેલી કરશે.
બીજીપેના પ્રવક્તા અને મીડિયા સેન્ટરના પ્રભારી અરૂણ કુમાર ગુપ્તાએ ગૃહમંત્રીના આ કાર્યક્રમ વિશે માહિતી આપતા કહ્યું કે, ગૃહમંત્રી ૧૬ સપ્ટેમ્બરે રામબન, કિસ્તવાડ અને પદ્દારમાં ત્રણ રેલીઓને સંબોધિત કરશે. અગાઉ ૬ અને ૭ સપ્ટેમ્બરના તેમની જમ્મુની બે દિવસીય મુલાકાત દરમિયાન તેમણે વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો બહાર પાડ્યો હતો અને કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું હતું.
શનિવારે પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરના ડોડામાં તેમની પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. રાજ્યના ડોડામાં આયોજિત આ સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર આકરા પ્રહારો કર્યા હતાં. કેન્દ્રિયપ્રધાન જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતુંકે, વડાપ્રધાન રપ સપ્ટેમ્બરે બીજા તબક્કાના મતદાન અને ૧ ઓક્ટોબરે ત્રીજા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી રેલીઓને સંબોધવા માટે ફરીથી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે.
ગૃહમંત્રી અને રક્ષા મંત્રી ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી જેપી નડ્ડા ર૦ સપ્ટેમ્બરે જમ્મુમાં પ્રચાર માટે તૈયાર છે. રેડ્ડીએ કહ્યું, 'લોકોના પ્રચંડ પ્રતિસાદને જોઈને કોઈના મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે ભાજપ જમ્મુ-કાશ્મીરમાં આગામી સરકાર બનાવશે.'
ઉલ્લેખનિય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ૧૮ સપ્ટેમ્બરથી વિધાનસભાની ચૂંટણીઓ માટે પ્રક્રિયા શરૂ થઈ રહી છે અને પ્રથમ તબક્કામાં ડોડા, કિશ્તવાડ અને રામબનની આઠ વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જેના માટે આજે સાંજથી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં ૧૮ સપ્ટેમ્બર, રપ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબરે યોજાશે. ૮ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. જમ્મુ અને કાશ્મીરમાં દસ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જ્યાં તે હવે કેન્દ્ર શાસિત પ્રદેશ છે.
કેન્દ્ર સરકારે ઓગસ્ટ ર૦૧૯ માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩પએ નાબૂદ કરી હતી અને ત્યારથી સરકારનો દાવો છે કે શાંતિ આવી ગઈ છે, જો કે છેલ્લા કેટલાક મહિનામાં અહીં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના માટે સુરક્ષા દળોની ટીમ સતત ઓપરેશન ચલાવે છે. આજે પણ સુરક્ષા દળે બે આતંકીઓને ઠાર કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial