Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા નગરપાલિકાના કારોબારી સમિતિના
ખંભાળિયા તા. ૧૬: ખંભાળિયા નગરપાલિકાની કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન હિનાબેન આચાર્ય અને તેમના અઢી વર્ષના કાર્યક્રમ દરમિયાન સરકારનું રૂ. ૧પ૦ કરોડના વિકાસ કામો માટે રજૂઆતો કરી હતી. જેમાંથી રેકોર્ડબ્રેક રૂ. ૧૩૪ કરોડના વિકાસ કામો મંજુર થયા હતાં.
તેમણે રાજ્ય સરકારમાં એવો મુદ્દો ઊઠાવ્યો હતો કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં જિલ્લા મથકોને કરોડોની ગ્રાન્ટ મળે છે, તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાને કેમ નહી? તેમણે પાલિકાના અધિકારીઓ, ઈજનેર સાથે સંકલન કરી વિકાસકામો માટે સાંસદ, રાજ્યના મંત્રી, પૂર્વ મંત્રી તથા અન્ય રાજકીય નેતાઓ સમક્ષ રજૂઆતો કરી હતી અને સૌના પ્રયાસોથી ૧૩૪ કરોડના વિકાસ કામો મંજુર થયા હતાં, જે ન.પા.માં એક રેકોર્ડ છે.
જેમાં પાલિકામાં ઘી નદી રીવર ફ્રન્ટ માટે ૪૧ કરોડ, જામનગર રોડ પર ઓવરબ્રીજ રેલવે ફાટક માટે ર૯ કરોડ, ડ્રેનેજના ગંદા પાણીના નિકાલ માટે ર૮ કરોડ, ખામનાથ પુલ માટે ર૬ કરોડ, ભૂગર્ભ ગટર પુનઃ સ્થાપિત કરવા માટે રૂ. ૩ર કરોડ તથા રાજ્યમાં સૌથી વધુ ચોમાસામાં નુક્સાન થયેલા રસ્તા મરામત માટે ત્રણ કરોડથી વધુ ગ્રાન્ટ ગત્ વર્ષે મળેલી હતી, તો ૧ર પાલિકા પ્રમુખોના સમયમાં જે કામ ના થયું તે પાલિકાની સરકારમાં ગયેલી જમીનો પાલિકાના ખાતે કરાવવાનું કામ થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial