Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા શહેરમાં મકાનમાં ત્રાટક્યા તસ્કરઃ
જામનગર તા. ૧૬: જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર એક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં ફલેટમાંથી રૂપિયા અઢી લાખ રોકડા ચોરાઈ ગયા છે. જ્યારે દ્વારકાના નાગેશ્વર રોડ પર એક મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડ મળી રૂ.૨ લાખ ૯૦ હજારની મત્તાની ચોરી થઈ છે.
જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એકતા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં વસવાટ કરતા અનિલભાઈ ગુરૂમુખદાસ દામા નામના આસામીના એક દિવસ બંધ પડેલા ફલેટમાં શુક્રવારની રાત્રિથી શનિવારની રાત્રિ સુધીમાં તસ્કર ઘૂસ્યા હતા.
તે મકાનના એક ઓરડામાં રાખવામાં આવેલા કબાટમાંથી રૂ.અઢી લાખ રોકડા ચોરાઈ ગયા છે. અનિલભાઈએ સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
દ્વારકા શહેરમાં નાગેશ્વર રોડ પર હોટલ લેમન ટ્રી સામે રહેતા વિશાલ જયંતિભાઈ લુણાવીયા નામના આસામીના મકાનમાં શનિવારે બપોરથી રાત્રિ સુધીમાં કોઈ તસ્કર તાળુ તોડી ઘૂસ્યા હતા. આ તસ્કરોએ અંદરથી રૂ.૨ લાખ ૫ હજારના સોનાના દાગીના તથા રૂ.૮પ હજાર રોકડા ઉઠાવી લઈ પોલીસને પડકાર ફેંક્યો છે. વિશાલભાઈએ દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial