Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુળવાસરની જમીન પર મેળવી લેવાયું ધિરાણઃ
જામનગર તા. ૧૬: દ્વારકાના રાંગાસર ગામના એક આસામીની મુળવાસર ગામમાં આવેલી જમીનનું ખોટું સોગંદનામુ બેંકમાં રજૂ કરી તેના પર રૂ.૧૦ લાખની લોન લઈ લેવા અંગે પાંચ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે ગુન્હાના એક આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.
દ્વારકા તાલુકાના રાંગાસર વાડી વિસ્તારમાં રહેતા ભીખુભા ભાવુભા માણેકની વડીલોપાર્જીત જમીન મુળવાસર ગામમાં આવેલી છે. તે જમીનના માલિક હોવાનું બતાવી મોહનભાઈ રહીદાસ સોલંકી સહિતના પાંચ વ્યક્તિ ખોટુ સોગંદનામું બનાવી દ્વારકા સ્થિત એક બેંકમાંથી રૂ.૧૦ લાખનું ધિરાણ મેળવી લીધુ હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
પોલીસે આઈપીસી ૧૨૦ (બી), ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. આ ગુન્હામાં સંડોવાયેલા આરોપી પૈકીના રમેશ અરજણભાઈ ચાવડાએ આગોતરા જામીન મેળવવા અદાલતમાં અરજી કરતા અદાલતે આરોપીના વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા, માયાભાઈ સોલંકીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરવા હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial