Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોર કરતી વેળાએ ભભૂકી ઉઠી હતી આગઃ
જામનગર તા. ૧૬: ખંભાળિયામાં બોરવેલનો વ્યવસાય કરતા આસામીએ બોર કરતી વખતે આગ લાગવાથી થયેલા નુકસાનનો ક્લેઈમ કર્યાે હતો. તે રકમ ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કર્યાે હતો. ગ્રાહક ફોરમમાં તેની ફરિયાદ થયા પછી વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કરાયો છે.
ખંભાળિયામાં શ્રીરામ બોરવેલના નામથી વ્યસાય કરતા હમીરભાઈ રામશીભાઈ ચાવડાએ પોતાના બોરવેલ અને ટ્રક માટે ઈફ્કો ટોકિયો જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો મેળવ્યા પછી એક સ્થળે બોર કરતી વેળાએ ટ્રકમાં આગ લાગી હતી અને રૂ.૧૧ લાખનું નુકસાન થયું હતું.
તે રકમનો ક્લેઈમ કરાતા વીમા કંપનીએ વળતર ચૂકવવા ઈન્કાર કર્યાે હતો. આથી જામનગર જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે ક્લેઈમની રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા અને ત્રાસ અને ખર્ચ બદલ રૂ.૧૦ હજાર અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી એમ. ભૂત, સાહીના એફ. દલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial