Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગરમાં વડાપ્રધાને ત્રિ-દિવસીય ગ્લોબલ ૮ર-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો કરાવ્યો પ્રારંભઃ મેટ્રોમાં મુસાફરી સહિત ભરચક્ક કાર્યક્રમો
ગાંધીનગર તા. ૧૬: ગાંધીનગરમાં મહાત્મા મંદિર પીએમ મોદીના હસ્તે આરઈ ઈન્વેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચ્યા હતાં. મહાત્મા મંદિરમાં ત્રિ-દિવસીય રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના હસ્તે ગુજરાત ચોથી ગ્લોબલ આરઈ ઈન્વેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં દેશ-વિદેશના હજારો લોકો સામેલ થયા છે.
આ સમિટમાં પ્લેનરી ચર્ચાઓ, ૧૧પ થી વધુ બીરબી મિટિંગ કરવામાં આવી છે. રપ હજાર પ્રતિનિધિ, ર૦૦૦ થી વધુ સ્પીકર્સે ભાગ લીધો છે. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે સહભાગી થાય છે. જેમાં યુએસએ, યુ.કે., બેલ્જિયમનું પ્રતિનિધિ મંડળ, ઓમાન, યુએઈ નું પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યાં છે. આ ઈવેન્ટમાં પીએમ મોદી સાથે રાજ્યપાલ અને ગુજરાતના સીએમ ઉપસ્થિત રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાયેલ આ ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટને સંબોધતા કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઈડ્રોજન હબ બને તે માટે ઊર્જા સંગ્રહ માટે રાજ્યમાં પ૦ જગ્યા નક્કી કરવામાં આવી છે. તે અંતર્ગત ભારત આગામી સમયમાં ૩૧ હજાર મેગા વોટ ઊર્જાનું ઉત્પાદન કરશે.
ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો. હવે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે ભારતમાં પહેલી સોલાર પોલિસી ઘડી હતી. દેશમાં સૂર્ય ઊર્જાની વાત પણ નહોતી થતી, ત્યારે ગુજરાતમાં સેંકડો સોલાર પ્લાન્ટ લાગી ચૂક્યા હતાં.
સૌર ઊર્જાનું મહત્ત્વ સમજાવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'ર૦૩૦ સુધી રિન્યુએબલ એનર્જી પાર પાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. પીએમ સૂર્ય ઘર વીજળી યોજનાનો અભ્યાસ કરવો જોઈએ. આ યોજના થકી ભારતનું દરેક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઈ રહ્યું છે. ૩ લાખથી વધુ ઘરમાં આ યોજના થકી સોલાર ઈન્સ્ટોલેશનનું કામ પૂરૂ થઈ ગયું છે. એક નાનકડો પરિવાર સરેરાશ રપ૦ યુનિટની વીજળીની ખપત કરે છે. જે હવે રપ હજાર રૂપિયા બચત કરશે. ગ્રીન જોબની તકો ઘણી ઝડપથી વધશે. વેન્ડરોની જરૂર પડશે. આ યોજના થકી ર૦ લાખ રોજગારીનું સર્જન થશે.'
આ યોજના થકી બચતનું મહત્ત્વ સમજાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ઘરમાં દીકરીનો જન્મ થાય, ત્યારે આ રકમ પીએફ ખાતામાં મૂકી શકાશે. દીકરી ર૦ વર્ષની થાય ત્યારે આ નાની રકમ રૂ. ૧૦-૧ર લાખ જેટલી થઈ ગઈ હશે અને દીકરીના ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.'
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમની સરકારના ત્રીજા કાર્યકાળની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, '૬૦ વર્ષ પછી પહેલીવાર કોઈ સરકાર ત્રીજી વાર ચૂંટાઈ છે. ૧૪૦ કરોડ ભારતીયો દેશને વિશ્વના ટોપ થ્રી ઈકોનોમીમાં પહોંચાડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આ ઈવેન્ટ પણ એક એકશન પ્લાન છે. અહીં આગામી ૩ દિવસ સુધી એનર્જીના ફયુચર, ટેકનોલોજી અને પોલિસી પર ગંભીર ચર્ચા થશે. ભારતના ઝડપી વિકાસ માટે અમે દરેક સેકટર અને ફેકટર તપાસ્યા છે. અમે આગામી ત્રણ વર્ષમાં ૭ કરોડ ઘર બનાવવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. ગ્રીન એનર્જી માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં ભારત આગામી સમયમાં ૩૧ હજાર મેગા વોટ પાવરનું ઉત્પાદન કરશે. પહેલા જ ૧૦૦ દિવસમાં અમે અમારું વિઝન સાબિત કરી દીધું હતું. અમે શરૂઆતના દિવસોમાં જ અનેક હાઈસ્પિડ કોરિડોરને પણ મંજૂરી આપી દીધી છે.
વડાપ્રધાને ક્લિન અનર્જીની વાત કરી વખતે મહાત્મ ગાંધીને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે, 'આ મહાત્મા મંદિરનું નામ ગાંધીજીના નામે છે. મહાત્મા ગાંધીના જીવનના પાયામાં મિનિમમ કાર્બન ફૂટ પ્રિન્ટ હતું. આપણે પણ માનવજાતના ભવિષ્યની ચિંતા કરવાની છે અને આપણા એ જ સંસ્કાર છે ભારત આગામી એક હજાર વર્ષનો આધાર તૈયાર કરી રહ્યું છે. ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો. હવે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે ભારતમાં પહેલી સોલાર પોલિસી ઘડી હતી. આપણા માટે કલાઈમેટ ચેન્જ ફેન્સી વર્ડ નથી.
આ અંગે વધુ વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'અમારું લક્ષ્ય ફકત ટોચે પહોંચવાનું નથી. ગ્રીન પાવરના આધારે અમે ભવિષ્ય સુરક્ષિત રાખવા ઈચ્છીએ છીએ. જે વિકાસશીલ દેશો નથી કરી શકયા, તે ભારતે કરી બતાવ્યું છે. રૂફ ટોપ સોલાર યોજનાથી દેશના તમામ ઘર પાવર પ્રોજેકટ બની જશે. અત્યાર સુધી સવા ત્રણ લાખ ઘરોમાં સોલાર ઈન્સ્ટોલેશન થઈ ગયું છે. આ યોજનાથી ર૦ લાખ રોજગારીનું પણ સર્જન થશે. આ માટે ત્રણ લાખ યુવાનોને પણ તાલીમ આપીને તૈયાર કરાશે.
મહાત્મા ગાંધીમાં સંબોધન કરતા પહેલા વડાપ્રધાન મોદીએ ૧૬ સપ્ટેમ્બરે સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. તેમણે ગાંધીનગરના વાવોલની શાલિન-ર સોસાયટીમાં એક બંગલો પર લગાવેલી સોલાર પેનલ નિહાળી હતી. અહીં તેમણે આ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ મુલાકાતમાં તેમણે લાભાર્થીઓને મળતા લાભ સંબંધિત જાણકારી લીધી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રહલાદ જોષી સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતાં.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં અનેક વીવીઆઈપી નેતાઓ હાજર રહ્યા હતાં. રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં ભાગ લેવા માટે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને ચંદ્રબાબુ નાયડુનું પણ વહેલી સવારે જ આગમન થઈ ચૂક્યું હતું.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં પ્રદર્શન નિહાળ્યું હતું અને ચરખો પણ ચલાવ્યો હતો. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન બપોરે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલીઝંડી આપ્યા પછી અને સેકટર ૧ થી ગિફટ સીટી સુધી મેટ્રોમાં મુસાફરી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં ૮ હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે ૬ વાગ્યે રાજભવન જશે.
ગઈકાલે વડસર એરફોર્સ સ્ટેશનની લીધી હતી મૂલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧પ મી સપ્ટેમ્બરે અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રી સાથે વડસર જવા રવાના થયા હતા, ત્યારે તેમણે વડસર એરફોર્સ સ્ટેશન અને નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. તે પછી તેઓ રાજભવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે અનેક નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદીએ રાજભવનમાં જ રાત્રિરોકાણ કર્યું હતું. હવે તેઓ ગુજરાતમાં અન્ય વિકાસ કામોના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરશે.
વંદે મેટ્રોનું નામ બદલીને 'નમો ભારત રેપિડ રેલ' કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં દેશની પ્રથમ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કર્યું છે. નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદ સુધી દોડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial