Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતોના ઘેરાવથી વિજતંત્રના કર્મચારીઓ મુશ્કેલીમાં...
ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ઉંચાણવાળી જમીન છે તથા જે જમીનોને વરસાદનું પાણી લાગ્યુ નથી, ત્યાં હવે પાણીની જરૂરત છે. હાલ વરસાદ નથી ત્યારે પાણી પીવડાવવું જરૂરી બન્યું છે. ત્યારે જ થ્રીફ્રેઝ જોડાણ બંધ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દિવસે તો વીજ પુરવઠો મળતો જ નથી, રાત્રે જાગરણ કરીને પણ ખેડૂતો પાણી પીવડાવવા માટે તૈયાર હોવા છતાં પણ વીજ પુરવઠો નહીં આવતા ગ્રામ્ય પંથકમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે.
આટલી ટીમો આવી/ મેઈન્ટેન્સ કેમ નહીં..!
દ્વારકા જિલ્લામાં ખાસ અગ્રતા આપીને જિલ્લા કલેકટર રાજ્યમંત્રી, મૂળુભાઈ, સાંસદ ૫ૂનમબેનની સૂચનાથી વિશાળ ટીમો રીપેરીંગ માટે આવવા છતાં યોગ્ય રીતે મેઈન્ટેન્સ ન થયું હોય વીજ પુરવઠો થ્રી ફ્રેઝનો નહીં મળતા આટલા ૮૯ ઈંચ વરસાદે પણ છેલ્લે પાક જરૂરી પાણી નહી મળતા બગડે તેવી સ્થિતિથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
સબ સ્ટેશને ખેડૂતો ઉમટે છે!!
વીજ પુરવઠો દિવસે આવે જ નહીં, રાત્રે જ આવે અને તેમાં પણ સમય નક્કી ન હોય ખેડૂતોના ટોળા નજીકના પીજીવીસીએલના સબ સ્ટેશનો પર વીજ પુરવઠાની ચાલુ થવાની રાહમાં ઉમટતા હોય, કર્મચારીઓ પણ તંગ સ્થિતિમાં કામ કરી રહ્યા છે. તંગ સ્થિતિમાં ખેડૂતો ઉમટતા હોય આટલા વરસાદે પણ પાણી માટે જંગ થાય તો નવાઈ નહીં..!! લાલપરડા સબ સ્ટેશને લોકો ઉમટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial