Advertisement
Author: નોબત સમાચાર

વાંસજાળીયામાં નદીમાં ડૂબી જતાં વૃદ્ધનું મૃત્યુઃ જાયવામાં વૃદ્ધને વીજ આંચકો

બીમારીના કારણે પ્રૌઢાનું થયું મૃત્યુઃ

જામનગર તા. ૧૬: જામજોધપુરના વાંસજાળીયામાં નદીમાંથી ભેંસ કાઢવા જતાં એક વૃદ્ધ ડૂબી ગયા હતા. જ્યારે જાયવામાં થાંભલા પર ચઢેલા વૃદ્ધને વીજ આંચકો ભરખી ગયો હતો. બીમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પ્રૌઢાનું મૃત્યુ નિપજ્યું છે. ઉપરાંત એસટી બસ ડેપો પાસેથી અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળ્યો છે.

જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામના હમીરભાઈ ગોગનભાઈ મોરી નામના પાંસઠ વર્ષના વૃદ્ધ શનિવારે બપોરે પોતાની ભેંસ ચરાવતા હતા ત્યારે ત્યાં આવેલી નદીમાં ભેંસો ઉતરી પડી હતી. તેને બહાર કાઢવા માટે હમીરભાઈ નદીમાં ઉતર્યા પછી ડૂબી ગયા હતા. તેઓનું વધુ પડતું પાણી પી જવાથી મૃત્યુ નિપજ્યાનું જેઠાભાઈ લાખાભાઈ મોરીએ પોલીસમાં જાહેર કર્યંુ છે.

ધ્રોલ તાલુકાના જાયવા ગામના તેજાભાઈ ઓધવજીભાઈ સિણોજીયા (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ ગઈકાલે સાંજે વેલજીભાઈ બેચરભાઈ કાસીયાણીના ખેતરમાં કામ કરતા હતા ત્યારે વીજળી ચાલી જતાં તેજાભાઈ નજીકમાં આવેલા થાંભલા પર ચડ્યા હતા. આ વેળાએ તેઓને વીજ આંચકો લાગતા તેમનું મૃત્યુ નિપજ્યાનું પુત્ર નિલેશભાઈ સિણોજીયાએ પોલીસમાં જાહેર કર્યું છે.

જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે સોહમ નગરમાં રહેતા સુધાબેન રાણાભાઈ મકવાણા (ઉ.વ.પ૩) નામના પ્રૌઢા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પ્રૌઢાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પતિ રાણાભાઈ ઘેલાભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે. એએસઆઈ ડી.જે. જોષીએ અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

જામનગરના સુમેર કલબ રોડ પર આવેલા ગેસ્ટહાઉસ પાસે એસટી ડેપોની દીવાલ નજીક પીપળાના ઝાડ પાસે શનિવારે સાંજે પંચાવનેક વર્ષની વયના લાગતા એક અજાણ્યા પ્રૌઢ બેભાન જેવી હાલતમાં જોવા મળતા રિક્ષાચાલક સુરેશભાઈ મોહનભાઈ પટેલે પોલીસને જાણ કરી હતી. દોડી આવેલા પીએસઆઈ એમ.કે. બ્લોચે તે પ્રૌઢને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આ પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું છે. મૃતક પહેરવેશ પરથી ભિક્ષુક જેવા લાગી રહ્યા છે. મજબૂત બાંધો, ઘઉવર્ણાે વાન તથા ડાબા પગમાં ગેંગરીન થયું હોવાનું જણાઈ આવ્યંુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh