Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતની આ પ્રકારની પ્રથમ ટ્રેન
રાજકોટ તા. ૧૬: અમદાવાદ અને ભૂજ વચ્ચે ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ આવતીકાલ તા. ૧૭ સપ્ટેમ્બરથી થવા જઈ રહ્યો છે.
મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે, ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભૂજ સ્ટેશનો વચ્ચે શરૂ કરવામાં આવી રહી છે. વંદે મેટ્રો ટ્રેન વિવિધ પ્રકારના આધુનિક પ્રવાસના અનુભવો પ્રદાન કરે છે. વંદે મેટ્રો ટ્રેન મુસાફરોની સુવિધામાં એક મોટી સિદ્ધિ છે અને તે કચ્છના આર્થિક વિકાસને વેગ આપશે, રોજગારીની નવી તકો ઊભી કરશે અને સ્થાનિક પ્રવાસનને વેગ આપશે. વંદે મેટ્રોનો ઉદ્દેશ્ય દેશના શહેરો વચ્ચે પરિવહનને એક નવો આયામ પૂરો પાડવાનો છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત આ ટ્રેનમાં ૧ર વાનાનુકુલિત કોચ છે, જેમાં કેન્દ્રિય રીતે નિયંત્રિત ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, સતત એલઈડી લાઈટીંગ, ઈવેક્યુએશન ફેસિલિટી સાથેના શૌચાલય, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસી ટીવી, ફોન ચાર્જિન ફેસિલિટી, એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન ફેસિલિટી અને એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે. તેમાં અદ્યતન અને વધુ સારી સુવિધાઓ આપવામાં આવી છે જે તેને ૧૧૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પહોંચાડવામાં સક્ષમ કરે છે.
ટ્રેન નં. ૯૪૮૦૧/૯૪૮૦ર અમદાવાદ-ભૂજ વંદે મેટ્રો (અનારક્ષિત) ટ્રેન છે. ટ્રેન નં. ૯૪૮૦૧ અમદાવાદ-ભૂજ વંદે મેટ્રો શનિવાર સિવાય દરરોજ અમદાવાદથી ક્ષ૭-૩૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ર૩-૧૦ કલાકે ભૂજ પહોંચશે. આ ટ્રેન ૧૭ સપ્ટેમ્બર ર૦ર૪ થી દોડશે. તેવી જ રીતે ટ્રેન નં. ૯૪૮૦ર ભૂજ-અમદાવાદ વંદે મેટ્રો રવિવાર સિવાય દરરોજ પ-પ કલાકે ભૂજથી ઉપડશે અને તે જ દિવસે ૧૦-પ૦ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન ૧૮ સપ્ટેમ્બર ર૦ર૪ થી દોડશે.
બન્ને દિશામાં આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખ્યાલી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશન પર ઊભી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial