Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસનો આક્ષેપ!
જામનગર તા. ૧૬: જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખા હસ્તકના સફાઈ કામદારોને નિવૃત્તિના હક્ક-હિસ્સા ચૂકવવામાં વિલંબ કરવામાં આવતો હોવાની ફરિયાદ ઊઠવા પામી છે.
અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ જામનગરના પ્રમુખ હરિશભાઈ ચૌહાણએ મ્યુનિ. કમિશનરને પાઠવેલ પત્રમાં રજૂઆત સાથે ફરિયાદ કરતા જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકામાં તમામ વિભાગના નિવૃત્ત કર્મચારીને તુરત હક્ક-હિસ્સાની રકમ ચૂકવાઈ જાય છે, પરંતુ સોલીડ વેસ્ટ હસ્તકના સફાઈ કર્મચારી હક્ક-હિસ્સા સમયસર ચૂકવવામાં આવતા નથી અને વિલંબ કરવામાં આવે છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં ૪ થી ૬ માસ સુધી કોઈ જરૂરી કાર્યવાહી કરવામાં આવતી નથી.
સોલીડ વેસ્ટ શાખાના એસ.ટી. વિભાગમાં નિવૃત્તિ હક્ક-હિસ્સાની ફાઈલોમાં સહી કરવામાં આવતી નથી અને શાખામાં અને બેંક લોનના એનઓસી મળ્યા નથી તેવા જવાબો આપવામાં આવે છે. સફાઈ કામદારો ધક્કા ખાય છે. છતાં કાર્યવાહી થતી નથી.
અનેક કામદારો તરફથી યુનિયનને ફરિયાદો મળી છે. જેમ કે, ઉચ્ચતર પગાર ધોરણ ૧ર, ર૪ ના બદલે ૧૦, ર૦, ૩૦ સુધારેલ છે તે મુજબ મળવા પાત્ર પણ છે. તે મુજબ ચૂકવણું થતું નથી. જે સફાઈ કામદારની સાત વર્ષની અવજા-અવેજી નોકરી ગણાવાની રહે છે.
આ અવજા-અવેજી કામદાર તરીકે નોકરી અન્વયે ગ્રેચ્યુટી ચૂકવવામાં આવી નથી, જ્યારે ઓફિસ કર્મચારીને આવી રોજમદાર નોકરીની ગ્રેચ્યુટી ચૂકવવાાં આવે છે.
બન્ને નોકરીમાં મીનીમમ બેઈઝ મુજબ પગાર ચૂકવવામાં આવે છે, છતાં સફાઈ કામદાર તરીકે આવા સમયગાળાની ગ્રેચ્યુટીની રકમ ચૂકવવામાં આવેલ નથી.
ર૦૦૬ પછી નિવૃત્ત થયેલ કર્મચારીને એક ઈજાફો આપી પેન્શન સુધારણા અંગેનો આદેશ થયા છે. આ ઈજાફો મળવા પાત્ર હોય તે મુજબ પેન્શન સુધારવામાં આવેલ નથી.
સફાઈ કામદારો દ્વારા અનેક વખત આ મુદ્દે રજૂઆતો કરી છે, પરંતુ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. જરૂર પડ્યે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચિમકી અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial