Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોલ્ફ કોર્સમાં થયો ગોળીબાર, બાલ બાલ બચ્યાઃ
વોશિંગ્ટન તા. ૧૬: ફ્લોરિડામાં તેમના ગોલ્ફ કોર્સમાં ફાયરીંગ થતા ખળભળાટ મચ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ બચી ગયા ગોલ્ડ રમતા'તા ત્યારે ફાયરીંગ થયું હતું. સિક્રેટ સર્વિસે તપાસ શરૂ કરી છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી એકવાર જીવલેણ હુમલો થયો છે. ફ્લોરિડામાં તેમના ગોલ્ફ કોર્સમાં ફાયરીંગ કરવામાં આવ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ આ હુમલામાં બચી ગયા હતાં, પરંતુ સ્થળ પરથી એક એકે ૪૭ મળી આવી હતી. જે જપ્ત કરાઈ છે.
આ હુમલાને લઈને જારી નિવેદનમાં એફબીઆઈએ કહ્યું છે કે ગોળી મારતી વખતે ટ્રમ્પ ત્યાંથી માત્ર ર૭પ-૪પપ મીટર દૂર હતાં. એક પ્રત્યક્ષદર્શીએ તો એમ પણ કહ્યું કે તેણે એક માણસને ઝાડીઓમાં દોડતો જોયો હતો જે પછી કાળી નિસાન કારમાં ગયો હતો.
ટ્રમ્પની સુરક્ષા માટે તૈનાત અધિકારીઓએ પણ શંકાસ્પદ વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો, પરંતુ ભાગવામાં સફળ રહ્યો હતો. હાલ તો આ હુમલા પછી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈપણ કિંમતે ઝુકવાના નથી. તેણે પોતાના સમર્થકોને ઈમેલ દ્વારા લખ્યું કે હું સુરક્ષિત છું. હવે કોઈ અવરોધ મને રોકી શકશે નહીં. યાદ રાખો કે હું ક્યારેય આત્મસમર્પણ નહીં કરૂ.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે પણ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial