Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડ રોડ પર રિક્ષાની ઠોકરે બાઈકસવાર તરૂણનું મોતઃ બાળક પર બોલેરો ચઢી ગઈઃ
જામનગર તા. ૧૬: જામનગર-કાલાવડ રોડ પર શુક્રવારે સાંજે બાઈક સાથે રિક્ષા ટકરાતા નગરના એક તરૂણનું મૃત્યુ નિપજ્યું હતું. કાલાવડ નજીક આણંદપર પાસે પંકચર પડેલા બાઈકને દોરીને જતા દંપતી તથા એક તરૂણને મોટરે ઠોકર મારતા ઘવાયેલા મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે વસઈ પાસે તુફાન જીપની ઠોકરે ચઢેલા રિક્ષાચાલકનું મૃત્યુ થયું છે અને ગુલાબનગર પાસે બાઈકને ખાનગી ટ્રાવેલ્સની મોટરે ઠોકર મારી અકસ્માત સર્જયો છે. દરેડ પાસે બાળક પર બોલેરો મોત બનીને ફરી વળી હતી.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા શામજીભાઈ ઓઘડભાઈ બાંભવા નામના પ્રૌઢ અને તેમના પત્ની ભાનુબેન તથા ૧૩ વર્ષનો પુત્ર દક્ષ શનિવારે સાંજે કાલાવડ નજીક રણુજામાં ભરાયેલા લોકમેળામાં ભાગ લેવા માટે ગયા હતા. જ્યાથી રાત્રે પોણા બારેક વાગ્યે ત્રણેય વ્યક્તિ નિકાવા તરફ જવા માટે નીકળ્યા હતા.
જ્યારે તેઓ નિકાવા ગામ પાસે આણંદપર તરફ જતા રસ્તા પહોંચ્યા ત્યારે તેમના જીજે-૩ એલપી ૭૩૦૭ નંબરના મોટરસાયકલમાં પંકચર પડી જતા ત્રણેય વ્યક્તિ તે મોટરસાયકલને દોરીને રોડની સાઈડમાં ચાલ્યા જતા હતા. ત્યારે પાછળથી અચાનક જ ધસી આવેલી જીજે-૧૦-ડીજે ૧૧૭૩ નંબરની સ્વીફ્ટ મોટરના ચાલકે પાછળથી દક્ષ તથા ભાનુબેન અને આગળ મોટરસાયકલ દોરીને લઈ જતા શામજીભાઈને ઠોકરે ચઢાવી પછાડી દીધા હતા.
અકસ્માતમાં ભાનુબેનને માથામાં ગંભીર ઈજા થવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે દક્ષને માથામાં ઇજા થઈ છે. અકસ્માત સર્જી ૧૧૭૩ નંબરની મોટરનો ચાલક પોતાની મોટર સ્થળ પર જ મૂકીને નાસી ગયો હતો. આ બાબતની કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા વસઈ ગામ પાસેથી શનિવારે સાંજે જામનગરના હુસેનભાઇ ખમીસાભાઇ ડગરા નામના યુવાન પોતાની જીજે જીજે-૧૦-ટીડબલ્યુ ૬૨૦૩ નંબરની રિક્ષામાં પસાર થતા હતા. જામનગરથી સિક્કા તરફ જઈ રહેલા આ યુવાનને વસઈ ગામ પહેલાની ગોળાઈમાં જીજે-૬-વાય ૮૧૫૧ નંબરની તુફાન મોટરે ઠોકર મારતા રીક્ષામાંથી હુસેનભાઈ ફંગોળાઈ ગયા હતા. રોડ પર પછડાયેલા યુવાનના માથા પરથી તુફાનનું વ્હીલ ફરી વળ્યું હતું. ગંભીર ઈજા પામેલા હુસેનભાઈનું મૃત્ય નિપજ્યું છે. તુફાન મોટરના ચાલક સામે જામનગરના રતનબાઇ મસ્જિદ વિસ્તારમાં રહેતા યાસીન હુસેનભાઇ ચાકીએ સિક્કા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ગોકુલનગર રડાર રોડ પર કોળી સમાજની વાડી પાસે રહેતા વિનુભાઈ મગનભાઈ સનુરા નામના પ્રૌઢનો પુત્ર તુષાર તથા તેનો પિતરાઈ સાહીલ ગઈ તા.૧૩ની સાંજે કાલાવડ રોડ પરથી બાઈકમાં આવતા હતા ત્યારે દાવલશા પીરની દરગાહ નજીક જીજે-૧૦-ટીડબલ્યુ ૬૨૫૯ નંબરની રિક્ષાએ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં તુષારનંુ ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ થયું છે. જ્યારે સાહીલને ઈજા થઈ છે. વિનુભાઈએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જામનગરના દરેડ વિસ્તારમાં વસવાટ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના રાકેશભાઈ કાલીયાભાઈ નામના આદિવાસી યુવાનનો નવ મહિનાનો પુત્ર ખુશાલ ગઈકાલે સાંજે પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે જીજે-૧૦-ટીએક્સ ૭૬૩૪ નંબરની બોલેરોના ચાલકે તે બાઈકને ઠોકર માર્યા પછી તેના માથા પરથી બોલેરોનું વ્હીલ ફેરવી દેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલા ખુશાલનું મૃત્યુ નિપજ્યું છે. રાકેશભાઈએ બોલેરો ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ખડખડ નગરમાં રહેતા નરેન્દ્રસિંહ કાળુભા જાડેજા ગઈ તા.૩૦ની સાંજે ગુલાબનગર નજીક સાંઢીયા પુલ પાસેથી બુલેટ મોટરસાયકલ પર જતા હતા ત્યારે દ્વારકાધીશ ટ્રાવેલ્સની બસે તેઓને ઠોકર મારી દીધી હતી. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા નરેન્દ્રસિંહને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial