Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી ખાવડી સ્થિત ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી મળી આવી ઈંગ્લીશની ત્રણ બોટલઃ
જામનગર તા. ૧૬: જામનગરના કુબેર પાર્ક, અંધાશ્રમ ફાટક, કિસાનચોક, દિગ્વિજય પ્લોટ, નાગર ચકલા તેમજ મોટી ખાવડી સ્થિત ટ્રાન્સપોર્ટની ઓફિસમાં પોલીસે બે દિવસ પહેલાં ઈંગ્લીશ દારૂ પકડવા પાડેલા ૧૧ દરોડામાં ૧૦૦ બોટલ સાથે ૧૨ શખ્સ ઝડપાયા હતા. બેના નામ ખૂલ્યા હતા. એક નાસી જવામાં સફળ થયો હતો.
જામનગરના ભાગોળે આવેલા અંધાશ્રમ પાછળ ચેમ્બર કોલોની નજીક શનિવારે સાંજે ઇંગ્લિશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી ૫રથી સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી મહેશ નારણભાઈ ડાંગર તથા આશિષ રાજુભાઈ વારસાકીયા નામના બે શખ્સ મળી આવ્યા હતા.
આ શખ્સોના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૪ બોટલ મળી આવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી રૂ.૭ હજારની કિંમતની દારૂની બોટલ કબજે કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નવા ૮૦ ફુટ રોડ પર કુબેર પાર્ક પાસેથી શનિવારે સાંજે પસાર થતા મયુર ગ્રીન સોસાયટી વાળા વિનોદ જાદવજીભાઈ મંગે નામના શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા તેના કબજામાંથી દારૂની એક બોટલ મળી આવી હતી.
જામનગરના ૮૦ ફૂટ રોડ પર મોદી સ્કૂલ નજીકથી શનિવારે સાંજે જઈ રહેલા જડેશ્વર પાર્કની શેરી નં.૨માં રહેતા કિશોર શ્યામભાઈ થાવાણી નામના શખ્સને પણ પોલીસે દારૂની એક બોટલ સાથે પકડી પાડ્યો હતો.
જામનગરના અંધાશ્રમ ફાટક નજીકના આવાસના બ્લોક નં.પ૧માં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ, ઋષિરાજસિંહ, દિલીપભાઈ તલાવડીયાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી સ્ટાફે બિપીન કારાભાઈ મુછડીયા ઉર્ફે લાકડીના બ્લોક નં.૫૧ સ્થિત રૂમ નં.પમાં દરોડો પાડી તલાશી લેતા તે સ્થળેથી અંગ્રેજી શરાબની ૨૩ બોટલ મળી આવી હતી. દરોડા પહેલાં બિપીન ઉર્ફે લાકડી નાસી ગયો હતો. તેની સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવાયો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૨માં રાજા મેન્સન નામના મકાનમાં રહેતા યોગેશ રમણીકલાલ વિઠ્ઠલાણી નામના શખ્સના રહેણાંકમાં ગઈકાલે સિટી એ ડિવિઝનના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ મળી આવી હતી. ઝડપાયેલા આરોપી યોગેશે દારૂનો તે ઝથ્થો અશોક ઉર્ફે મીર્ચી ખટાઉ મંગે પાસેથી લીધો હોવાની કબૂલાત કરી છે.
જામનગરના કિસાન ચોક વિસ્તારમાંથી ગઈકાલે સાંજે જઈ રહેલા દિગ્જામ સર્કલ નજીક રહેતા રવિ અમરશીભાઈ ધૈયડા નામના શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા તેના કબજામાંથી અંગ્રેશી શરાબની ૨૪ બોટલ મળી આવી હતી.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૪માં વિશ્રામ વાડી પાસે આવેલા ક્રિષ્ના ઉર્ફે એક્કા મહેન્દ્રભાઈ ગોરી નામના શખ્સના મકાનમાં પોલીસે દરોડો પાડી દારૂની એક બોટલ ઝબ્બે લીધી છે. જ્યારે બાળકોના સ્મશાન પાસેથી સુરેશ ઉર્ફે સુરીયા ગંગારામ જોષી નામના શખ્સને દારૂની બોટલ સાથે પકડી લેવામાં આવ્યો છે. તેણે બોટલ દર્શન હરીશભાઈ ચાંદ્રા ઉર્ફે ખેતા પાસેથી લીધી હોવાની કબૂલાત કરી છે.
જામનગરના કિસાનચોક વિસ્તારમાં આવેલા માલદે ભવન પાસેથી ગઈકાલે સાંજે કરણ ગુલાબભાઈ ડાભી નામનો સોનલનગરનો શખ્સ પસાર થતો હતો. તેને પોલીસે શકના આધારે રોકી ચેક કરતા તેના કબજામાંથી દારૂની ચોવીસ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.૧૨ હજારની કિંમતની બોટલ કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જામનગરના નાગર ચકલા પાસેથી ગઈકાલે રાત્રે ગુલાબ બાગ એપાર્ટમેન્ટમાં રહેતા કૃણાલ મહેશભાઈ ઝીંઝુવાડીયા નામના શખ્સને પોલીસે દારૂની બોટલ સાથે દબોચી લીધો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ આવેલા ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા નામના નાની ખાવડીના આસામીના ટ્રાન્સપોર્ટમાં દરોડો પાડતા ત્યાંથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી નરેન્દ્રસિંહ તથા કચ્છના ગાંધીધામમાં આદિપુર ગામના નવલભાઈ ખેરાજભાઈ બુજડ નામના શખ્સની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial