Advertisement
Author: નોબત સમાચાર

રવિપાર્ક ટાઉનશીપના પ્લોટ ઓનર્સ એસોસિએશન દ્વારા સોસાયટીની નવી કમિટી રચાઈઃ પ્રક્રિયા શરૂ

સોસાયટીની સમસ્યાઓ ઉકેલવાની દિશામાં પ્રથમ કદમ

જામનગર તા. ૧૬: રવિપાર્ક ટાઉનશીપ ઢીંચડા રોડ પર રીંગ રોડને અડીને આવેલી સોસાયટી છે, જે છેલ્લા ૧૦ વર્ષથી વિકસિ રહી છે. આ ટાઉનશીપના રહીશોએ તા. ૧ર મી સપ્ટેમ્બરે એક મિટિંગ યોજી હતી, અને તેના અનુસંધાને સોશ્યલ મીડિયાના માધ્યમથી વિગતો પ્રસ્તૂત થઈ હતી, તે મુજબ રવિપાર્ક પ્લોટ ઓનર્સ એસોસિએશન દ્વારા જણાવાયું છે કે જૂની કમિટી રદ કરીને સોસાયટીનું સંચાલન અહીંના રહીશો જ કરે, અને સમસ્યાઓ-પ્રશ્નોનો ઉકેલ આવે તે હેતુથી નવી સમિતિની રચના કરવામાં આવી છે, સોશ્યલ મીડિયામાં આ વિગતો જાહેર થયા પછી તેને સ્થાનિક રહીશો દ્વારા આવકાર પણ સાંપડી રહ્યો છે અને આને સોસાયટીની સમસ્યાઓ ઉકેલવા, સુવિધાઓ વધારવા તથા સોસાયટીના નાના-મોટા તમામ રહીશોના કલ્યાણ તથા સોસાયટીના વિકાસની દિશામાં મહત્ત્વપૂર્ણ કદમ ગણાવાઈ રહ્યું છે.

રવિપાર્ક પ્લોટ એસોસિએશન દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી કમિટીના હોદ્દેદારો તથા સભ્યોની સમિતિમાં પ્રમુખ તરીકે હર્ષલભાઈ સોની, ઉપપ્રમુખ તરીકે મયુર રાવલીયા ઉપરાંત ૪૦ જેટલા સભ્યોની હાલ તુરત નિયુક્તિ કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ હવે જુની કમિટી દ્વારા નવી કમિટીને સંચાલનનું હસ્તાંતરણ કરાયા પછી જે મિટિંગ મળશે તેમાં નવી સમિતિની કાર્યપદ્ધતિ, બંધારણ તથા પ્રાયોરિટીંમાં કરવાના કામો અંગે વિસ્તૃત ચર્ચા-પરામર્શ કરીને જરૂરી નિર્ણયો લેવાશે, તેમ જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh