Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેન્સેક્સમાં સવારે ર૯૩ પોઈન્ટનો ઉછાળોઃ નિફ્ટીની પણ આગેકૂચ
મુંબઈ તા. ૧૬: શેરબજારમાં રોકાણકારો માલામાલ થયા છે. સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ છે. સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી જોવા મળી રહી છે.
શેરબજારમાં ગત્ સપ્તાહની તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ થયા હતાં. સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં પણ તેજીના પગલો ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતાં, જેથી રોકાણકારોને બખ્ખા થયા હોવાની ચર્ચા છે.
સેન્સેક્સમાં આજે પ્રારંભમાં ૩૯ પોઈન્ટના સુધારા સાથે ખૂલ્યા પછી ર૯૩.૪ પોઈન્ટ ઉછળી ૮૩,૧૮૪.૩૪ ની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી પણ રપ,પ૦૦ ના લેવલ તરફ આગેકૂચ કરતા ર૪,૪૪પ.૭૦ ની ઐતિહાસિક ટોચ નોંધાવવામાં સફળ રહ્યો છે. ૧૧ વાગ્યે સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટ આસપાસ અને નિફ્ટી ૩ર.૭૦ પોઈન્ટ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હોવાના અહેવાલો હતાં.
સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીની ચાલ સાથે ઓલટાઈમ હાઈ નોંધાવતા બીએસઈ માર્કેટ કેપ ૪૭૧.૦૧ લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. આ સાથે છેલ્લા ચાર ટ્રેડીંગ સેશનમાં રોકાણકારોની મૂડી રૂ. ૧૦.રપ લાખ કરોડ વધી છે. ગત્ બુધવારે માર્કેટ કેપ ૪૬૦.૭૬ લાખ કરોડ હતી. સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈમાં ર૯૯ શેર્સ વર્ષની ટોચે, જ્યારે ૩૬૩ શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. બીજી તરફ ર૪ શેર્સ પર વીક લો અને ૧૮૦ શેર્સમાં લોઅર સર્કિટ નોંધાઈ હતી.
છેલ્લા બે સપ્તાહથી શુષ્ઠ બનેલા સ્મોલકેપ અને મીડકેપ શેર્સ ફરી પાછા તેજીમાં આવ્યા છે. આજે બીએસઈ મીડકેપ ૪૯,પ૦૬.૦૧ અને સ્મોલકેપ પ૭,પ૦ર,૭૪ ની રેકોર્ડ ટોચે પહોંચ્યા હતાં. આ સિવાય હેલ્થકેર, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર્સમાં પણ આકર્ષક લેવાલીના પગલે ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ થયા હતાં. બજારની તેજી વચ્ચે બજાજ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓનું ૧૧૪.ર૯ ટકા પ્રમિયમે ધમાકેદાર લિસ્ટિંગથી ફાઈનાન્સિયલ શેર્સમાં ખરીદી વધી હતી. સેન્સેક્સ પેકની તેજી પાછળ યોગદાન એચડીએફસી બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સહિત બેન્કીંગ શૈર્સના વોલ્યુમમાં વધારો છે.
માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે કે, વૈશ્વિક સ્તરે શેરબજારમાં તેજીના સથવારે સ્થાનિક બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. આ બુધવારે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો અંગે નિર્ણય લેવામાં આવશે, જેમાં મોટાભાગના અર્થશાસ્ત્રઓ અને રોકાણકારોને વ્યાજના દરોમાં રપ થી પ૦ બીપીએસનો ઘટાડો થવાનો તીવ્ર આશાવાદ છે. જેના પગલે ઈક્વિટી અને બુલિયન માર્કેટમાં તેજી આવી છે. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ આર્થિક વૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે. મજબૂત આઈઆઈપીના પગલે આગામી મહિને રજૂ થનારા કોર્પોરેટ પરિણામો પણ પ્રોત્સાહક રહેવાની શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial