Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ સલાયામાં યોજી મિટિંગઃ સંગઠનની ચર્ચા

કાર્યક્રમ પછી કર્યા ગણેશજીના દર્શન

ખંભાળીયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા સલાયાના પ્રવાસે આવ્યા હતાં. જ્યાં દરજી સમાજ વાડીમાં એક મિટિંગ યોજી હતી. જેમાં સલાયા ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો તેમજ પૂર્વ સભ્યો અને ભાજપના સમર્થકોની વિશાળ હાજરી હતી. આ કાર્યક્રમમાં મૂળુભાઈ દ્વારા ભાજપના સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી રસીકભાઈ નકુમ, તાલુકા પંચાયત સભ્ય ઘેલુભા જાડેજા, સલાયા શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ તન્ના, પ્રભારી પરેશભાઈ કાનાણી, મહામંત્રી પ્રદીપસિંહ જાડેજા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ સાલુ પટેલ, પૂર્વ ઉપપ્રમુખ મોહનભાઈ વ્યાસ, પૂર્વ શહેર પ્રમુખ અરવિંદભાઈ ભટ્ટ તેમજ અન્ય સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમ પછી મૂળુભાઈએ ત્યાં બિરાજતા ભગવાન ગણેશજીના દર્શન કર્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh