Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિલકમલ સોસાયટીમાં તીનપત્તી રમતા પાંચ મહિલા સહિત સાત સામે ગુન્હોઃ
જામનગર તા. ૧૬: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા મોટી બાણુંગાર ગામમાં એક મકાનમાં ગઈરાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી જુગારની કલબ ઝડપી લીધી છે. નાલ ઉઘરાવી જુગાર રમાડતા એક તથા ગંજીપાના કૂટતા તેર શખ્સ ઝડપાઈ ગયા છે. બે નાસી જવામાં સફળ થયા છે. પટમાંથી રૂપિયા પોણા આઠ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. જ્યારે મોટી ખાવડીમાં એક ઓરડીમાંથી પણ ચાર શખ્સ જુગાર રમતા ઝડપાયા છે અને નીલકમલ સોસાયટી પાસેથી પાંચ મહિલા સહિત સાત તીનપતી રમતા મળી આવ્યા હતા અને જોગવડમાંથી ત્રણ પતાપ્રેમીની પોલીસે ધરપકડ કરી હતી.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા મોટી બાણુગાર ગામમાં એક મકાનમાં ગઈરાત્રે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પંચકોશી એ ડિવિઝનના સ્ટાફના નિર્મળસિંહ બી. જાડેજા, ભાવેશ લાબરીયાને મળતા પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફે નારણભાઈ જેરાજભાઈ કાસુંદ્રા નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યાં નારણભાઈને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા મનસુખભાઈ અવચર ભાઈ ગડારા, વિજયભાઈ અમૃતભાઈ ભેંસદડીયા, અમરશીભાઈ પોપટભાઈ હિંસુ, રમેશભાઈ લક્ષ્મણભાઈ ઘેટીયા, કુંવરજીભાઈ અમૃતભાઈ ભેંસદડીયા, અશોક ગણેશભાઈ વાંસજાળીયા, નૈમેષ ભગવાનજી ભેંસદડીયા, ભૂપતભાઈ રવિભાઈ ભેંસદડીયા, હેમત હરીભાઈ ગામી, યોગેશ મગનલાલ ધમસાણીયા, બિપીન રમેશભાઈ ભેંસદડીયા, રાકેશ અવસરભાઈ કાનાણી નામના ૧૩ શખ્સ મળી આવ્યા હતા. જ્યારે પોલીસને જોઈને બિરેનકુમાર પ્રાગજીભાઈ મણવર તથા બિપીનભાઈ અમરશીભાઈ રાણીપા નામના બે શખ્સ નાસી ગયા હતા. પટમાંથી પોલીસે રૂ.૭,૧૫,૦૦૦ની રોકડ તેમજ ૧૫ મોબાઈલ મળી કુલ રૂ.૭,૮૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામ ૧૬ સામે જુગારધારાની કલમ ૪ તથા ૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલા જોગેશ્વરધાર વિસ્તારમાં શનિવારે મોડીરાત્રે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી ૫રથી મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડયો હતો.
આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાજુ જેઠાભાઈ મકવાણા, ઘેલુભાઈ નારણભાઈ સોલંકી, ટપુભાઈ જેઠાભાઈ મકવાણા નામના ત્રણ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૬૧૪૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે નિલ કમલ સોસાયટીમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા આનંદભાઈ અમૃતલાલ વાસુ, સચિન કિશોરભાઈ ખારોડ, અલ્પાબેન ચેતનભાઈ વ્યાસ, તૃપ્તિબેન નિલેશભાઈ વાસુ, નયનાબેન બાબુલાલ રાઠોડ, મનિષાબેન જયેશભાઈ ગોપીયાણી નામના સાત વ્યક્તિને પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ.૨૮૧૦૦ કબજે કરાયા છે.
જામનગર-ખંભાળિયા રોડ પર મોટી ખાવડી ગામ પાસે નાગાર્જુન પેટ્રોલપંપ પાછળ એક ઓરડીમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા મેઘપર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ટી. જયસ્વાલ તથા સ્ટાફે ગઈરાત્રે છગનભાઈ રામાભાઈ રબારી નામના શખ્સે ભાડે રાખેલી ઓરડીમાં દરોડો પાડતા ત્યાં છગનભાઈને નાલ આપી ગંજીપાના કૂટી રહેલા ગૌરવ સુભાષભાઈ મહેરા, મેહુલગર સામગર ગોસાઈ, ચેતન જયંતિભાઈ ગોસાઈ નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૮૮૧૦ રોકડા કબજે કરી ચારેય સામે જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial