Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની પરિણીતાને ત્રાસ આપી દહેજની કરાઈ માગણી

પતિ સહિતના પાંચ સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૧૬: જામનગરના એક યુવતીના લગ્ન પોણા બે વર્ષ પહેલા સુરતમાં થયા પછી તેણીને પતિ, સાસુ, દિયર તેમજ કાકીજી અને પિતરાઈ દિયરે ત્રાસ આપી દહેજની માગણી કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા ખેતીવાડી ફાર્મ નજીકની ઇન્દિરા કોલોનીની શેરી નંબર એકમાં રહેતા મીનાબેન કરસનભાઈ બાવળફાડ નામના ૩૫ વર્ષના યુવતીના લગ્ન ડિસેમ્બર ૨૦૧૯માં સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટી નજીક રહેતા મહેશભાઈ જેઠાભાઈ ગોહિલ સાથે થયા પછી આ પરિણીતાને એકાદ મહિના સુધી સારી રીતે રાખ્યા પછી ત્રાસ આપવાનું શરૂ કરાયું હતુંં.

તેણીને પતિ મહેશ તેમજ સાચું ગીતાબેન જેઠાભાઈ, દિયર દેવેન્દ્રભાઈ જેઠાભાઈ, કાકાજીના દીકરા અમિત જયંતીભાઈ ગોહિલ, કાકીજી સાસુ ઉષાબેન જયંતીભાઈ ગોહિલે અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો ભાંડવા ઉપરાંત મારકૂટ કરીને દહેજની માંગણી કરતા પિયર પરત ભરેલા મીનાબેને જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સુરતમાં રહેતા પતિ, સાસુ, દિયર, જામનગરના મયુરનગરમાં રહેતા કાકીજી તથા પિતરાઈ દીયર સામે ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh