Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પક્ષમાં લેભાગુ તત્ત્વોનું રાજ ચાલુ છે
જામનગર તા. ૧૬: કાલાવડના ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ નગર પાલિકા સભ્યએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. ભાજપમાં લેભાગુ તત્ત્વોનું જ ઉપજતું હોવાથી નારાજગી દર્શાવી રાજીનામું આપ્યું છે.
કાલાવડના ભાજપના ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ સદસ્ય તથા પૂર્વ ટીપી ચેરમેન શાંતિલાલ ઉકાભાઈ કોરાટએ પક્ષના તમામ હોદ ઉપરથી રાજીનામું આપ્યું છે. આ અંગેનો વિધિવત પત્ર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાને મોકલી આપવામાં આવ્યો છે. તેમણે પોતાના રાજીનામા પત્રમાં એવું કારણ જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષથી લોકોમાં કોઈ કામો થતા નથી. પક્ષમાં લેભાગુ તત્ત્વોનું જ ઉપજે છે. જનતાના કામો કરવાના બદલે ઘર ઘરવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર ૭ની જનતાના કામો થતાં નહીં હોવાથી તેઓ અમારા સામે નારાજ છે અને ખોટા, બની બેસેલા નેતાઓ સામે કામ કરી શકાય તેમ નથી. આથી પક્ષમાંથી તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામુ આપવાની ફરજ પડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial