Advertisement
Author: નોબત સમાચાર

શેરબજાર કડડભૂસઃ સેન્સેકસ ૬૨૦૦ પોઈન્ટ અને નિફટી ૨૨૦૦ પોઈન્ટ તૂટ્યોઃ રોકાણકારો ધોવાયા

ઈલેકશન રિઝલ્ટ ઈફેકટઃ એનડીએના દાવાઓ મુજબના પરિણામો નહીં આવતા બજારોમાં પીછેહઠઃ

મુંબઈ તા. ૪: લોકસભા ચૂંટણી પરિણામો પગલે શેરબજાર પછડાયુ છે, સેન્સેકસ ૬૨૦૦ પોઈન્ટ અને નિફટી ૨૨૦૦ પોઈન્ટ તૂટ્યો છે, જ્યારે રોકાણકારોના ૧૪ લાખ કરોડ ધોવાયા હોવાનું જાણવા મળે છે.

લોકસભા ચૂંટણી ર૦ર૪ ના મત ગણતરીના પગલે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેકસ ૭૬ હજાર લેવલ પર ખૂલ્યા બાદ ૧૬૦૦ પોઈન્ટથી વધુ તૂટી ૭૪૭પ૩ પોઈન્ટ થયો હતો. નિફટી પણ ૪૦૦ પોઈન્ટ તૂટી ર૩ હજારનું લેવલ ગુમાવ્યું હતું.

લોકસભા ચૂંટણી પરિણામોના પગલે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. ૯.રપ વાગ્યે સેન્સેકસ રર૩૩.૯૯ પોઈન્ટના કડાકા સાથે ૭૪ર૩૪.૭૯ થયો હતો. નિફટી પણ ૭૯૬.૯પ પોઈન્ટ કડાકા સાથે રરપ૬૬.૯પ ની લો સપાટીએ પહોંચ્યો હતો. તે પછી સવારે ૧૧ વાગ્યાના સુમારે સેન્સેકસ ૩૭૦૦ પોઈન્ટ અને નિફટી ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો હતો. ઈન્ફ્રા-ડે પીછેહઠ જોવા મળી રહી છે.

લોકસભા ચૂંટણીમાં એનડીએ સરકાર માટે મજબૂત બહુમતીનો સંકેત આપતા એકઝિટ પોલને પગલે બજારે ૩ જૂનના સત્રનો અંત મજબૂત ઉછાળા સાથે કર્યો હતો. બેન્ક નિફટીએ પર,૦૦૦ ના માર્ક તરફ ઉપરની ગતિ જાળવી રાખવા માટે પ૦,૦૦૦ ની ઉપર રહેવાની જરૃર છે.

લોકસભા ચૂંટણી ર૦ર૪ માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસીનો માહોલ સર્જાયો છે. શેરબજાર ખૂલ્યુ તે સમયે વારાણસી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી પાછળ ચાલી રહ્યા હોવાના સમાચાર આવતાંની સાથે જ બજાર કડડભૂસ થયું હતું. જ્યાં સુધી ચૂંટણી પરિણામો જારી ન થાય ત્યાં સુધી શેરબજારમાં મોટાપાયે વોલેટિલિટી રહેવાની શકયતા છે.

શેરબજાર કડડભૂસ થવાની સાથે જ રોકાણકારોએ રૂ. ૧૪.૪૬ લાખ કરોડની મૂડી ગુમાવી છે. બીએસઈ માર્કેટ કેપ ગઈકાલે ૪ર૬.૧૦ લાખ કરોડ સામે આજે ૪૧૧.૬૪ લાખ કરોડ થઈ છે. બીએસઈમાં ટ્રેડેડ ૩૦રર સ્ક્રિપ્સ પૈકી માત્ર પ૭૬ શેર્સ જ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ર૩૪પ શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. ૬૩ શેર્સ વર્ષની ટોચે અને ૬૬ શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh