Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરતની બેઠક બિનહરિફ થઈ છે, બાકીની રપ માંથી બે પર તીવ્ર રસાકસી છે
અમદાવાદ તા. ૪: ગુજરાતની ર૬ બેઠકો પૈકી સુરતની બિનહરિફ બેઠક ભાજપને મળી છે. બાકીની રપ માંથી બપોરે એક વાગ્યાના ટ્રેન્ડ મુજબ બે બેઠક પર કોંગ્રેસ-ભાજપ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે, અને સુરત સહિત ર૪ બેઠક પર ભાજપની સરસાઈ છે.
લોકસભા ર૦ર૪ ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. પ૪ર લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા પછી હવે લોકોની નજર પરિણામો પર છે. આજે લોકોની આ રાહ પણ પૂરી થશે.
ગુજરાતની ર૬ માંથી રપ બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મે એ મતદાન થયું હતું. ઉલ્લેખનિય છે કે, સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરિફ જીત થઈ છે, ત્યારે રપ બેઠકો માટે આજે મતગત્રી ચાલી રહી છે.
અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી પાંચ લાખથી વધુની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે, તો રાજકોટથી પરસોત્તમ રૃપાલા ર લાખ ૭ર હજાર મતથી આગળ છે. વડોદરા બેઠક પર હેમાંગ જોષી ર લાખ પ૭ હજાર મતથી આગળ, અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશભાઈ મકવાણા ર લાખ ૪પ હજાર મતથી આગળ, પોરબંદરથી મનસુખ માંડવિયા ર લાખ ૩૮ હજાર મતથી આગળ, પંચમહાલથી જશુ રાઠવા ર લાખ ૮૧ હજાર મતથી આગળ ચાલી રહ્યા હતાં.
તે પછી ૧૧ વાગ્યાના સુમારે મહેસાણા બેઠક પરથી હરિભાઈ પટેલ ૧ લાખ ૪પ હજાર મતથી આગળ, પંચમહાલથી રાજપાલસિંહ ર લાખ ૩૦ હજાર મતથી આગળ, છોટા ઉદેપુરથી જશુ રાઠવા ર લાખ ૪૭ હજાર મતથી આગળ, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાંચમા રાઉન્ડની મત ગણતરી દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા મતગણતરી અટકી ગઈ હોવાના અહેવાલો પણ હતાં.
બારડોલીમાં બુથ નંબર ૬૧ મા ઈવીએમમાંથી બે મતો ઓછા નીકળતા ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાઈ, ૬૯૪ ની જગ્યાએ ૬૯ર મત જ નીકળ્યા હતાં. બારડોલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રભુ વાસાવા ૬૧,૭૧૯ મતથી આગળ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial