Advertisement
Author: નોબત સમાચાર

જૈન પરિવારે ચક્ષુદાન કરતા બે પ્રજ્ઞાચક્ષુને મળી દૃષ્ટિ

સ્વ. વિજયાબેન રમણીકલાલ ટોળીયાના નિધન પછી

જામનગર તા. ૪: જૈન પરિવારના સ્વ. વિજયાબેન રમણીકલાલ ટોળીયાનું અવસાન થતાં તેના પુત્ર પરેશભાઈ અને સુનિલભાઈ (નવકાર પ્રોવિઝનવાળા)ની સહમતિથી અને પરિવાર દ્વારા ચક્ષુદાન કરવાનો પ્રેરણાદાયી નિર્ણય કરી ચક્ષુદાન માટે જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટ. ફેડરેશનના આશ્રય કમિટી ચેરમેન ઉપેનભાઈ મોદી તથા વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી અને કન્વીનર અનુપમભાઈ દોશી દ્વારા કરવામાં આવેલ.

ચક્ષુનું દાન ડો. ધર્મેશભાઈ શાહ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ટોળીયા પરિવાર દ્વારા ચક્ષુદાન કરી બે બાંધવને દૃષ્ટિ દાન આપ્યું. ડો. ધર્મેશ શાહ દ્વારા ચક્ષુનો સ્વીકાર કરેલ. બંને સંસ્થાઓનું ૧૦૯મુ ચક્ષુદાન છે.

શહેરીજનોને પોતાની આસપાસ પડોશ, પરિવારમાં કે અન્ય કોઈના અવસાન વેળાએ ચક્ષુદાન માટે પ્રેરણા આપવા અને માનવતાના ઉમદા કાર્યમાં સહભાગી બનવા અપીલ સહ વિનંતી છે. ચક્ષુદાન માટે કોઈપણ સમયે સમિતિના અનુપમ દોશી ૯૪૨૮૨ ૩૩૭૯૬ અથવા ઉપેનભાઈ મોદી ૯૮૨૪૦ ૪૩૧૪૩નો સંપર્ક સાધવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh