Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનડીએ ગઠબંધનને દક્ષિણભારતમાં ફતેહ
હૈદાબાદ તા. ૪: આંધ્રપ્રદેશ વિધાનસભામાં ટીડીપી જંગી બહુમતી તરફ આગળ વધી રહ્યું હોવાથી ચંદ્રાબાબુ નાયડુની સરકાર રચાય અને જગનમોહન રેડ્ડીની સત્તા ઝુંટવાય, તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.
દેશભરમાં લોકસભાની બેઠકના પરિણામોની સાથે આંધ્રપ્રદેશ વિધાનસભાની ૧૭પ બેઠકમોના પરિણામો પર મતગણતરી ચાલી રહી છે, ત્યારે હાલ મળતા અહેવાલો મુજબ એન.ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમાં પાર્ટી, ૧૩૧ બેઠક પર આગળ ચાલી રહી છે. આ સાથે રાજ્યમાં ચંદ્રબાબુની પાર્ટી સત્તા પર આવવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે.
ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની એનડીએ ગઠબંધન આંધ્રપ્રદેશમાં કુલ ૧૭પ વિધાનસભા બેઠકોમાંથી ૧પ૮ બેઠક પર આગળ વધીને પ્રારંભિક વલણોમાં બહુમતીનો આંકડો પાર કરી ગયો છે. ટીડીપી ૧૩૧ બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ સાત બેઠકો પર અને પવન કલ્યાણની જનસેના ર૦ બેઠકો પર આગળ છે જ્યારે રાજ્યની સત્તાધારી પાર્ટી વાયએસઆરસીપી માત્ર ૧૭ બેઠકો પર આગળ ચાલી રહી છે.
આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ૧૭પ બેઠકો છે. સરકાર બનાવવા માટે ૮૮ ધારાસભ્યોની જરૃર છે. રાજ્યમાં જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની યુવા શ્રમિ રાયથુ કોંગ્રેસ પાર્ટીનું શાસન છે. ટીડીપી, જનસેના પાર્ટી અને ભાજપ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી વિરૃદ્ધ ગઠબંધનમાં છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial