Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીયરના ૮૦ ટીન સાથે એક શખ્સ ઝડપાયોઃ
જામનગર તા.૪: જામનગર તાલુકાના લાખાબાવળ ગામ પાસે બે મોટરમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી પરથી ગઈકાલે પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા બે મોટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની કુલ ૧૩૧૨ બોટલ સાથે ચાર શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે દારૃનો જથ્થો, એક મોબાઈલ મળી કુલ રૂ.૧૧,૦૮,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે શ્યામ નગરની શેરી નં.૫મા એક શખસના મકાનમાં એલસીબીએ દરોડો પાડી બીયરના ૮૦ ટીન કબજે કર્યા છે. આ શખ્સનો મોબાઇલ પણ કબજે કરી લેવાયો છે.
જામનગર તાલુકાના લાખાબાવળ ગામથી ચાંપા બેરાજા ગામ તરફ જવાના માર્ગ પર બે મોટરમાં દારૃનું કટીંગ અને હેરાફેરી થઈ રહી હોવાની બાતમી પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ એમ.એલ. જાડેજા, જયપાલસિંહ જાડેજા ને મળતા પીએસઆઇ સી.એમ. કાંટેલીયાને વાકેફ કરાયા પછી પોલીસ સ્ટાફે ગઈકાલે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન જીજે-૩-એનકે ૪૨૪૨ નંબરની મહિન્દ્રા કંપનીની થાર મોટર તથા સેવરોલેટ કંપનીની બીટ મોટર જોવા મળી હતી
બંને મોટરને રોકાવી પોલીસે ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૫૬ મોટી બોટલ તથા ૧૦૫૬ નાની બોટલ મળી આવી હતી. પોલીસે આ જથ્થા સાથે ગિર સોમનાથ જિલ્લાના કોડીનારના રહેવાસી ભવદીપ દિનેશભાઈ અપારનાથી તેમજ ખોજા બેરાજા ગામના રામ વિક્રમભાઈ ઓડેદરા, ધર્મેશ લાખાભાઈ ખુંટી નામના ચેલા ગામના અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મૂળ વતની અને હાલમાં રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના શાપર ગામના રોહિત ભરતભાઈ છાસિયા નામના ચાર શખ્સને પકડી પાડ્યા છે. આ શખ્સોના કબજામાંથી ત્રણ મોબાઇલ, બે મોટર અને દારૃનો જથ્થો મળી કુલ રૂ.૧૧,૮,૬૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચારેય આરોપીની રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઈ છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા શ્યામ નગરની શેરી નં.૫માં એક શખ્સના મકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ પરમારને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઇ આર.કે. કરમટા તથા પીએસઆઇ પી.એન. મોરીના વડપણ હેઠળ ગઈકાલે એલસીબી સ્ટાફે શેરી નં.૫માં આવેલા દિવ્યરાજસિંહ વનરાજસિંહ જાડેજા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા તે મકાનમાંથી બીયરના ૮૦ ટીન મળી આવ્યા હતા. ટીન તથા એક મોબાઇલ મળી કુલ રૂ.૨૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ શખ્સ સામે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial