Advertisement
Author: નોબત સમાચાર

જામનગર પંથકમાં ત્રણ દિ'માં તંત્ર દ્વારા ફાયર સેફ્ટી ચકાસણી પછી કુલ ૧૪૯ મિલકત સીલ

વધુ ૪ રેસ્ટોરન્ટ, ર ખાનગી શાળા, ૧૧ ટ્યુશન ક્લાસ, ૧૩ હોસ્પિટલ સહિત

જામનગર તા. ૪: જામનગર પંથકમાં તંત્ર દ્વારા વધુ ૪ રેસ્ટોરન્ટ, ર ખાનગી શાળા, ૧૧ ટ્યુશન ક્લાસ અને ૧૩ હોસ્પિટલ સીલ કરાઈ છે. ત્રણ દિવસ દરમિયાન ૪પ ટ્યુશન ક્લાસ, ૬૦ શાળાઓ, ર૯ રેસ્ટોરન્ટ અને ૧૩ હોસ્પિટલ સહિત ૧૪૯ મિલકત સીલ થઈ છે.

રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના પગલે સમગ્ર રાજ્યભરમાં હોટલ, રેસ્ટોરન્ટ, શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસ સહિતના સંકુલોમાં ફાયર એન.ઓ.સી. સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ દોડતું થયું છે, અને શહેરમાં જુદી જુદી આઠ ટીમો બનાવીને દોડતી કરાવાઈ છે, અને ફાયર એન.ઓ.સી. તેમજ બાંધકામની મંજુરી વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે.

જેમાં શહેરમાં આવેલી રપ હોટલ, રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા પછી આજે વધુ ૪ હોટલ સીલ કરાઈ છે અને કુલ આંકડો ર૯ નો થયો છે.

તંત્ર દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું, અને ૧ર૪ થી વધુ હોસ્પિટલોમાં ચેકીંગની કાર્યવાહી થઈ હતી. જે પૈકી બે હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી.નો અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે બન્ને હોસ્પિટલોને પાર્ટલી સી કરવામાં આવી છે. દરમિયાન આજે વધુ ૧૩ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે જેથી કુલ ૧પ હોસ્પિટલ સીલ થઈ છે.

આ ઉપરાંત શહેરની તમામ ખાનગી સ્કૂલોમાં આજે પાંચમા દિવસે પણ સામૂહિક રીતે ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી સ્કૂલોમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળ્યો હતો અને સિલિંગની પ્રક્રિયછા ચાલુ રખાઈ હતી જેમાં વધુ ર શાળાઓને સીલ કરી દેવામાં આવી છે. સાથોસાથ શહેરમાં ચાલી રહેલા ટ્યુશન ક્લાસ કે જ્યાં પણ ફાયર એનઓસી વગેરેની મંજુરી લેવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી આવા વધુ ૧૧ ટ્યુશન ક્લાસને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે જે કાર્યવાહી અવીરત ચાલુ રખાઈ છે.

છેલ્લા પાંચ દિવસ દરમિયાન શહેરની કુલ ૬૦ સ્કૂલ, ૪પ ક્લાસીસ, ર૯ હોટલ અને ૧૩ હોસ્પિટલ સહિત કુલ ૧૪૯ મિલકતો સીલ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીના સીધા માર્ગદર્શન હેઠળની સિટી ઈજનેર ભાવેશ જાનીની રાહબરીમાં ત્રણ દિવસથી સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ફાયરબ્રિગેડની ટીમ, એસ્ટેટ શાખાની ટીમ તેમજ ટીપીઓ બ્રાન્ચની ટૂકડી સર્વે કરી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh