Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળાઓ પ્રત્યે કડક કાર્યવાહી નહીં કરવા આચાર્ય સંઘની માંગઃ
ખંભાળિયા તા. ૪: ગુજરાત રાજ્યમાં સામુહિક રીતે રાજકોટ ગેમઝોનકાંડના પગલે ફાયર સેફ્ટી માટે કડક કાર્યવાહી શરૃ થઈ છે ત્યારે કોમર્શિયલ કોમ્પલેક્ષ, કારખાના, શોપીંગ મોલ, રેસ્ટોરન્ટ, હોટલો, આધુનિક હોસ્પિટલોની સાથે એક લાકડીએ શાળાઓમાં પગલાં નહીં લેવા માટે રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ચૌધરીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર, પ્રફુલભાઈ પાનસેરીયા, સચિવ ડો. વિનોદ રાવને રજૂઆત કરવામાં આવી છે.આગામી ૧૩ જુનથી શાળાઓમાં નવું સત્ર ચાલુ થાય છે. હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલે છે ત્યારે શાળા તપાસના મુદ્દે શાળા સીલના પગલાં લેવાઈ રહ્યા છે.
શાળાઓમાં માત્ર બેંચો હોય છે તે પણ ૫૦ ટકા લોખંડની બનેલી હોય છે. જ્વલનશીલ સામગ્રી હોતી નથી. જેથી ફાયર સેફટીની પુરતી સુવિધાઓ ઉભી કરવા તથા સ્ટોરેજ પાણી ટેન્ક, સાધનો વસાવવા થોડો સમય ફાળવવા તથા કોમર્શિયલ બાંધકામોની સાથે શાળા બાંધકામોને એક લાકડીએ ના હાંકવા આચાર્ય સંઘ દ્વારા રજૂઆત કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial